ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના ઢુવા રોડ પર દિપક ફટાકડામાં એસઓજી પોલીસનો દરોડો

Text To Speech

પાલનપુર : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં દિવાળી તહેવારોમાં ફટાકડા વેચાણ માટે ભારત સરકારના નિયમો અનુસાર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને દરેક ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને જાહેરનામાનો અમલ કરવો ફરજીયાત છે. સાથેસાથે વહીવટીતંત્ર દ્વારા પણ જાહેરનામો અમલ કરાવા માટે સુચનાઓ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ડીસા ઢુવા રોડ પર ફટાકડા હોલસેલ અને રીટેલનું વેચાણ કરતાં વેપારી ખુબચંદ ઠક્કર દ્વારા કાયદો અને સરકારના નિયમોની ઐસીતૈસી કરી ખુલ્લેઆમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી વર્ષોથી ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે.

દિવાળી-humdekhengenews

ત્યારે તેના વિરુદ્ધ ઉઠેલી ફરિયાદ આધારે બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા હિંમત દાખવી ઢુવા રોડ પર આવેલ દિપક ફટાકડાના વેપારીના ત્યાં રેડ કરવામાં આવી હતી. જેમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ માત્ર રૂ. 31715/- હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યાં કરોડો રૂપિયાનો ફટાકડા નો જથ્થો હોવા છતાં પણ એસઓજી પોલીસે માત્ર 31715/- રૂપિયાના ફટાકડાનો મુદામાલ કબ્જે કરી કેસ કરાતાં એસઓજી પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી હતી. જોકે આ દિપક ફટાકડાના વેપારી દ્વારા દર વર્ષે રીટેલ અને હોલસેલ વેપાર કરી ગ્રાહકોને પાકું બિલ ન આપી અને ગ્રાહકોને કાચું બિલ પકડાવી જીએસટીની ચોરી કરવામાં આવી રહી હોવાની પણ શંકા છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્રના આશીર્વાદથી દર વર્ષે આ ફટાકડાના વેપારીઓ દ્વારા સરકારની તિજોરીને લાખો રૂપિયાનો નુકશાન પહોંચાડી રહ્યા છે હોવા છતાં તંત્ર દ્વારા નામ માત્રની કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.

આ પણ વાંચો : શું પાકિસ્તાન સામે અન્યાય થયો ? #NoBall અને #DeadBall પર જાણો ICC ના નિયમો શું કહે છે

Back to top button