અમદાવાદઃ SOG એ 5.14 લાખના MD ડ્રગ્સ સાથે કરી 1 ની ધરપકડ; 51.4 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો 1 આરોપી
અમદાવાદ 29 જૂન 2024 :સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ફિરોજ મેવાતી ઉર્ફે ભાઈમીયા હુસૈન નામના વ્યક્તિને 51.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મણિનગર કાંકરિયા ગેટ નંબર-1 આગળથી ઝડપી પાડયો છે.આરોપી પાસેથી મળેલ ડ્રગ્સની કુલ કિંમત 5,14,000 છે. આ આરોપી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે અને રેલવે મારફતે અમદાવાદ ખાતે પહોંચ્યો હતો જ્યારે એસોજીએ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને પકડી પાડ્યો હતો.
5,14,900 ની કિંતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એસીપી એલ. એલ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે હાલ આરોપી પાસેથી મળેલ મોબાઈલ ,આધારકાર્ડ અને ₹400 રોકડ મળીને કુલ રૂ. 5,14,900 ની કિંતનો મુદ્દામાલ જપ્ત કરી આ મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો આ ઉપરાંત તે છેલ્લા કેટલા સમયથી આ કામ કરી રહ્યો છે. અને અન્ય કોઈ આરોપીઓ આ કામ સાથે સંકળાયેલા છે કે કેમ? વગેરેને લઈને એસઓજીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટે.માં BJPના નેતાનો બર્થ ડે ઉજવાયો? પોલીસે કર્યો ખુલાસો