ટ્રેન્ડિંગમનોરંજન

સોશિયલ મીડિયાની ક્વિન બની સ્ત્રી: શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં પીએમ મોદીથી પણ નીકળી આગળ

Text To Speech

મુંબઈ, 21 ઓગસ્ટ, ફિલ્મ સ્ત્રી-2ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. અભિનેત્રીએ ઈન્સ્ટા ફોલોઅર્સની રેસમાં PM મોદીને પણ પાછળ છોડી દીધા છે. બન્નેના ફોલોઅર્સમાં થોડું જ અંતર છે. જો કે, X પર પીએમ મોદી ખૂબ જ આગળ છે. શ્રદ્ધા કપૂર હવે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ત્રીજી ભારતીય બની ગઈ છે. જેમાં પહેલું સ્થાન વિરાટ કોહલીનું છે તો બીજી સ્થાન પ્રિયંકા ચોપડાંનું છે જ્યારે હવે ત્રીજું શ્રદ્ધા કપૂરનું અને ચોથું PM મોદીનું છે.

અત્યારે બોલીવુડ ફિલ્મના ફેન્સ વચ્ચે એક જ નામ ચર્ચિત છે અને એ છે ‘શ્રદ્ધા કપૂર’. હાલમાં, શ્રદ્ધા કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ની સફળતાનો આનંદ માણી રહી છે એવામાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે. શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ફિલ્મ ‘સ્ત્રી 2’ની સફળતાનો જશ્ન મનાવી રહી છે. શ્રદ્ધા કપૂર હવે ઇન્સ્ટાગ્રામ પર ટોપ 3ની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 91.4 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. બીજી તરફ પીએમ મોદીને 91.3 મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રીઓની યાદીમાં પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 9.18 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. અન્ય સ્ટાર્સના ફોલોઅર્સની વાત કરીએ તો વિરાટ કોહલી 271 મિલિયન ફોલોઅર્સ સાથે નંબર 1 પર છે. શ્રદ્ધા કપૂર અને પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વચ્ચે બહુ ફરક નથી. પ્રિયંકાના હવે શ્રદ્ધા કરતાં માત્ર 30 લાખ વધુ ફોલોઅર્સ છે.

શ્રદ્ધાની સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

15 ઓગસ્ટે રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મ સતત કમાણી કરી રહી છે. 21 ઓગસ્ટ એટકે કે આજરોજ ફિલ્મ રીલીઝના સાતમા દિવસે, સ્ત્રી 2 એ 6.83 કરોડ રૂપિયાની કમાણી કરી છે. SACNILCના રિપોર્ટ અનુસાર, તેનું કુલ કલેક્શન રૂ. 262.18 કરોડ રહ્યું છે.

આ પણ વાંચો..ઋષભ શેટ્ટીએ બોલિવૂડ પર લગાવ્યો ગંભીર આરોપ, કંતારા સ્ટાર પોતે જ મુશ્કેલીમાં ફસાયા

Back to top button