ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉર્ફે ટ્વિટર એકાદ કલાક ડાઉન રહેતા ચિંતાનો માહોલ

  • હજારો વપરાશકર્તાઓએ ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર રિપોર્ટ કર્યો  
  • 1 કલાક ડાઉન રહ્યા બાદ x એટલે કે ટ્વિટર ફરી રિસ્ટોર થઈ ગયું
  • X ફરી એક વાર ડાઉન થતાં #TwitterDown ટ્રેન્ડ શરૂ થઈ ગયો

નવી દિલ્હી, 21 ડિસેમ્બર : જો તમે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર એટલે કે X નો ઉપયોગ કરો છો, તો તમારા માટે મોટા સમાચાર છે. એક્સ (અગાઉ ટ્વિટર) પ્લેટફોર્મની સેવાઓ ગુરુવારે બપોરે અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી દુનિયાભરના લોકોએ આ અંગે ફરિયાદ કરી હતી અને હજારો વપરાશકર્તાઓએ સામાજિક સાઇટ્સના આઉટેજ(ડાઉન)ને ટ્રૅક કરનારી વેબસાઇટ ડાઉન ડિટેક્ટર (DownDetector) પર રિપોર્ટ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ આઉટેજ લગભગ 11 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો, જેની માહિતી ડાઉનડિટેક્ટરમાંથી ઉપલબ્ધ છે. જે બાદમાં 1 કલાક ડાઉન રહ્યા બાદ x ફરી રિસ્ટોર થયું હતું. આ આઉટેજ દરમિયાન, X (અગાઉ ટ્વિટર) વપરાશકર્તાઓ આ પ્લેટફોર્મ પર કોઈપણ પોસ્ટ શેર કરી શક્યા નથી. X(ટ્વિટર) ફરી એક વાર ડાઉન થઈ જતાં વપરાશકર્તાઓએ #TwitterDownનો ટ્રેન્ડ શરૂ કર્યો છે.

 

 

હજારો અમેરિકન વપરાશકર્તાઓએ કર્યો રિપોર્ટ

ડાઉનડિટેક્ટર ડેટા અનુસાર, લગભગ 47 હજાર અમેરિકનોએ આ આઉટેજની જાણ કરી હતી. જેમાં તેઓ Xની સેવાને એક્સેસ કરવામાં અસક્ષમ રહ્યા હતા. બ્લુ સબસ્ક્રાઇબરને પણ આ આઉટેજની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જે પેઇડ સર્વિસ છે. તેની શરૂઆત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી.

 

 

X આ વર્ષે ઘણી વખત થયું ડાઉન

ટ્વિટર સંભાળ્યા બાદ એલોન મસ્કે ઘણા લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ અંગે ઘણા મીડિયા અહેવાલોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેના કારણે ટ્વિટરને આ વર્ષે ઘણી આઉટેજનો સામનો કરવો પડ્યો છે.

 

એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટર સાંભળ્યું હતું

X(ટ્વિટર)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ ગયા વર્ષથી સમાચારોમાં રહ્યું છે. વાસ્તવમાં, ગયા વર્ષે તેને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક એલોન મસ્કે ખરીદ્યો હતો. ત્યારે તેનું નામ ટ્વિટર હતું, આ વર્ષે આ પ્લેટફોર્મનું નામ બદલીને X કરી દેવામાં આવ્યું છે. આ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે, જેના પર ઘણી મોટી હસ્તીઓ અને રાજનેતાઓ હાજર છે. સામાન્ય વપરાશકર્તાઓ તેના પર એકાઉન્ટ પણ બનાવી શકે છે.

આ પણ જાણો :ફિંગરપ્રિન્ટ્સનું ક્લોનિંગ કરીને ખાલી થઈ રહ્યા છે બેંક એકાઉન્ટ

Back to top button