દુબઈના રસ્તાઓ પર વાઘને ફેરવતી જોવા મળી સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર નાદિયા ખાર, વીડિયો થયો વાયરલ
દુબઈ, 15 જૂન: જંગલના એવા કેટલાક ખતરનાક પ્રાણીઓ છે, જેને જોવાનું તો છોડો તેની ગર્જના જો કોઈ સાંભળી લે છે તો ડરનો માર્યો માણસ ધ્રૂજી જાય છે. આવા ખતરનાક પ્રાણીઓને જો જોવા હોય તો આપણે ત્યાં પ્રાણીસંગ્રહાલય બનાવવામાં આવ્યા છે, ત્યાં તમને ખતરનાક પ્રાણીઓ જોવા મળી રહે છે. અલબત્ત, આવા ખતરનાક પ્રાણીઓનો ઉછેર કરવો એ દરેકના હાથની વાત નથી, પરંતુ દુબઈમાં આ સામાન્ય બાબત છે. ઘણા એવા લોકો છે કે જેમણે આ ખતરનાક પ્રાણીઓને રાખવા માટે તેમના ઘરની અંદર એક નાનું પ્રાણી સંગ્રહાલય બનાવ્યું છે, જેથી તેઓ ત્યાં મુક્તપણે રહી શકે. તમે હુમૈદ અબ્દુલ્લાનું નામ તો સાંભળ્યું જ હશે, જેમના ઘરમાં સિંહ, જિરાફ, વાંદરો, રીંછથી લઈને વાઘ અને ચિત્તા જેવા અનેક પ્રાણીઓ રહે છે. ઘણી મોટી મોટી હસ્તીઓ તેમના ઘરે આવતા-જતા હોય છે અને આ ખતરનાક પ્રાણીઓ સાથે વીડિયો અને ફોટો ક્લિક કરાવે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર નાદિયા ખાર પણ દુબઈના રસ્તાઓ પર વાઘને લઈને ફરતી જોવા મળી હતી, તેનો વીડિયો પણ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો, જેને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વાઘને ફેરવતી જોવા મળી નાદિયા ખાર
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નાદિયા ખાર દુબઈના રસ્તાઓ પર વાઘને ફેરવતી જોવા મળી રહી છે, આ દરમિયાન તેણીએ વાઘના ગળામાં સાંકળ બાંધેલી છે. વીડિયોમાં તે ક્યારેક વાઘને પ્રાણી સંગ્રહાલયની અંદર પાલતુની જેમ લઈ જતી અને ક્યારેક પાર્કમાં બહાર લઈ જતી જોવા મળે છે. આ વીડિયો શેર કરતા નાદિયાએ લખ્યું છે કે, ‘દુબઈ બિલકુલ અલગ છે. હું મારા પાલતુ વાઘને ફરવા લઈ જાઉં છું. નાદિયાએ આ વીડિયો હુમેદ અબ્દુલ્લા અને તેના ખાનગી પ્રાણી સંગ્રહાલય અલ્બુકૈશ જંગલ (@albuqaish.jungle) ને પણ ટેગ કર્યો છે.
અહીં જૂઓ વીડિયો:
View this post on Instagram
લોકોએ કરી વિચિત્ર કોમેન્ટ
આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 47 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, બિચારો વાઘ એક કાર્ટૂન સાથે કેવી સુંદર રીતે ચાલી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, તમે એટલા સુંદર છો કે મારી નજર તમારા ઉપરથી હટતી જ નથી, હું વાઘને પણ ના જોઈ શક્યો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે નાદિયા ખાર એક મોડલ અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે, જે પોતાના શાનદાર દેખાવ અને ફિગર માટે જાણીતી છે.
આ પણ વાંચો: પ્રસંગ હતો DSPના દીકરાનો જન્મદિવસ, અને મહેમાનો હતા…