Naga Chaitanya-Sobhita Wedding: સોનાના તારની બનેલી સાડી પહેરશે શોભિતા, 8 કલાક ચાલશે વિધિ
મુંબઈ, 26 નવેમ્બર 2024 : સ્ટાર કપલ નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા ટૂંક સમયમાં પ્રભુતાના પગલા માંડશે. 4 ડિસેમ્બરે લવ બર્ડ્સ સાત ફેરા લેશે. આ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેમના લગ્નની ધાર્મિક વિધિઓ ખૂબ જ ખાસ બનવાની છે. કારણ કે બધું ખૂબ જ પરંપરાગત રીતે કરવામાં આવશે. આ કપલ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. જાણો સંપૂર્ણ વિગતો…
તાજેતરમાં નાગા ચૈતન્યએ જણાવ્યું હતું કે તે કેટલો ઉત્સાહિત છે. શોભિતા વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે હું તેની સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલો છું. તે મારી અંદર રહેલી ખામીઓને પૂરી કરે છે અને મને ઘણું સમજે છે. આગળની સફર શાનદાર રહેવાની છે. હવે જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના ચાહકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. બધા ચાહકો એ જાણવા આતુર છે કે આ કપલ વેડિંગ આઉટફિટમાં કેવું લાગશે?
નજીકના મિત્રના જણાવ્યા અનુસાર, ‘લગ્નની તમામ વિધિઓ તેલુગુ બ્રાહ્મણ પરંપરાઓ અનુસાર કરવામાં આવશે. સાંસ્કૃતિક પાસાઓ અને તેલુગુ લગ્નની તમામ વિધિઓને માન આપવા માટે, આ લગ્નની તમામ વિધિ 8 કલાકથી વધુ ચાલશે.
શોભિતા વાસ્તવિક સોનાની ઝરીથી શણગારેલી પરંપરાગત કાંજીવરમ સિલ્ક સાડીમાં સજ્જ જોવા મળશે. સુત્રો કહે છે- શોભિતા ધૂલીપાલાએ તેની માતા સાથે ખરીદી કરતી વખતે સાચી સોનાની ઝરી સાથે સુંદર કાંજીવરમ સિલ્ક સાડી પસંદ કરી છે. પરંપરાને અનુસરીને, તે આંધ્ર પ્રદેશના પોન્ડુરુમાં વણાયેલી સાદી સફેદ ખાદીની સાડી અને ચૈતન્ય માટે મેચિંગ સેટ પણ ખરીદી રહી છે.
દરેક નાની-મોટી બાબતમાં શોભિતા અંગત રીતે સામેલ હોય છે. શોભિતાના લગ્નની તૈયારીઓ તેલુગુ વારસા સાથેના તેના ઊંડા જોડાણને દર્શાવે છે. આ ઉપરાંત, પરંપરા પ્રત્યેનું તેમનું સમર્પણ પણ સ્પષ્ટપણે દેખાય છે. નાગા અને શોભિતાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજરી આપશે.
તેમના લગ્નના કાર્ડની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કાર્ડમાં તેના પરિવારના સભ્યોના નામ અને તારીખ પણ આપવામાં આવી હતી. કાર્ડ પર લગ્નની તારીખની સાથે પરિવારની વિગતો સાથે ભાવિ પતિ-પત્નીના નામ પણ છાપવામાં આવ્યા હતા. પેસ્ટલ પેલેટમાં બનાવેલ, કાર્ડમાં મંદિરની ઘંટડીઓ, પિત્તળના દીવા, પૃષ્ઠભૂમિમાં મંદિર, લીલોતરી અને કેળાના પાંદડા સાથે સફેદ ગાયની પ્રિન્ટ હતી.
આ પણ વાંચો : રેલવેએ ચેતવણી આપી, સોશિયલ મીડિયા પર કંટેન્ટ શેર કરશો તો થશે કાર્યવાહી