પઠાણ ફિલ્મ અંગેનો વિવાદ જ્યારથી ટિઝર આવ્યું ત્યારથી અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ વચ્ચે સેન્સર બોર્ડ તરફથી તમામ ક્લિયરન્સ મળ્યા બાદ હવે ગુજરાતમાં તેના માટે હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેવી સ્થિતિમાં ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિયેશને સુરક્ષા અને સલામતી આપવા માટે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે, જેના પર રાજ્ય સરકારે તમામ સુરક્ષા આપવાની બાહેંધરી આપી છે.
આ પણ વાંચો : શાહરૂખે સુહાના સાથે જોઇ પઠાણઃ કોણે આપી હતી ચેલેન્જ?
છેલ્લા ઘણાં સમયથી પઠાણ ફિલ્મ અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના પર થિયેટર માલિકોમાં પણ ફિલ્મને પ્રદર્શિત કરવા માટેનો ભય હતો. આ વચ્ચે હજી થોડાં દિવસ પહેલાં જ ફરી એકવાર હિન્દુ સંગઠન બજરંગ દળે ફિલ્મ ન રિલિઝ કરવા અને જો ફિલ્મ રિલિઝ થશે તો તેનો વિરોધ કરવાની ચિમકી આપી હતી. જેના પગલે ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએસને ગુજરાત સરકાર પાસે પોતાની બિલ્ડિંગના સુરક્ષા માટે અને ફિલ્મ જોવા આવનાર દર્શકોની સુરક્ષા માટેની માંગણી કરી હતી.
આ અંગે ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું કે, સરકાર સાથે ફિલ્મ થિયેટર, મલ્ટીપ્લેક્સ અને ત્યાં જોવા અવનાપ દર્શકોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા ઉપડાવામાં આવશે. અને કોઈ પણ અનઇચ્છીનીય ઘટના ન બને તેની કાળજી રાખવામાં આવશે. તેમજ સરકારે પણ આ મુદ્દે તમામ સંગઠનોને કોઈ પણ વિરોધ ન કરવા માટે અપીલ કરી હોવાની વાત સામે આવી છે.
ખાસ વાત એ રહી છે કે જ્યારથી શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ પઠાણનો વિવાદ આવ્યોછે ત્યારથી સેન્સર બોર્ડથી લઈ દિલ્હીમાં કેન્દ્ર સરકાર સુધીના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. અને ફિલ્મને કોઈ પણ રોકટોક વગર રિલિઝ કરવાની મંજૂરી આપી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત સરકારે પણ સ્થાનિક ફિલ્મ થિયેટર અને મલ્ટીપ્લેક્સને રાહત આપી છે.