

HD ન્યૂઝ ડેસ્ક, 13 ફેબ્રુઆરી: 2025: તમે સોયા મિલ્ક, ઓટ્સ મિલ્ક અને બદામ મિલ્ક વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય વંદાના મિલ્ક વિશે સાંભળ્યું છે? હવે તમે કહેશો કે વંદો કેવી રીતે દૂધ આપી શકે? આ વંદાના શરીરમાં એવું દૂઘ બને છે જેમાં પ્રોટીન ક્રિસ્ટલ હોય છે. જેનાથી જન્મ પહેલા જ પોતના ઇબ્રોએજને પીવડાવે છે. માનવામાં નહીં આવે પરંતુ આ હકીકત છે કે વંદાનું દૂધ ગાયના દૂઘથી ચાર ગણું વધારે ફાયદાકારક હોય છે. આ દૂધ પૈસીફિક બીટલ વંદાથી મળી આવે છે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વંદાનું દૂઘ પોષક તત્વોનું પાવરહાઉસ હોય છે. આ દૂધમાં આવશ્યક એમિનો એસિડ, ચરબી અને ખાંડ ભરેલા પ્રોટીન સ્ફટિકો હોય છે, જે શરૂઆતમાં ગાયના દૂધ કરતાં ચાર ગણું વધુ પોષણ આપે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે પ્રોટીન માટે રેડ મીટ ખાવા કરતાં વંદા ખાવા વધારે સારાં છે. વંદાનું દૂધ કાઢવું સરળ નથી. રિપોર્ટ્સ પ્રમાણે, વંદાનું મિલ્ક ભવિષ્યમાં વધારે વ્યવહારું થઈ શકે છે.
પોષણની દ્રષ્ટિએ, વંદાના દૂધમાં કેલરી અને પ્રોટીન ખૂબ જ વધારે હોવાનું માનવામાં આવે છે. બીજી બાજુ, ગાયનું દૂધ કેલ્શિયમ, વિટામિન ડી અને હાડકાના સ્વાસ્થ્ય અને વિકાસ માટે જરૂરી અન્ય પોષક તત્વોનો સાબિત સ્ત્રોત છે. વંદાના દૂધથી વિપરીત, ગાયના દૂધનું સલામતી માટે સખત પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે વિશ્વભરના લાખો લોકો માટે આહારનો મુખ્ય ભાગ છે. વંદાનું દૂધ આગામી સુપરફૂડ ટ્રેન્ડ જેવું લાગે છે, તે પરંપરાગત ડેરીનો એક વ્યવહારુ વિકલ્પ બને તે પહેલાં વધુ સંશોધન અને વિકાસની જરૂર છે.
સંશોધકોને પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે વંદાના દૂધમાં 45 ટકા પ્રોટીન, 25 ટકા કાર્બોહાઇડ્રેટ્સ, 16 થી 22 ટકા ચરબી અને 5 ટકા એમિનો એસિડ હોય છે. આ ઉપરાંત, તેમાં ઓલિક એસિડ, લિનોલીક એસિડ, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન્સ, મિનરલ્સ, શોર્ટ ચેઇન અને મીડિયમ ચેઇન ફેટી એસિડ પણ હોય છે. તેમાં પ્રોટીનનો સંપૂર્ણ સ્ત્રોત છે.
આ સમાચાર ફક્ત માહિતીના હેતુ માટે છે કોઈપણ મહત્વપૂર્ણ આહારમાં ફેરફાર કરતા પહેલા આરોગ્યસંભાળ વ્યાવસાયિકની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો..વાહ શું વાત છે! દારૂ પીવો અને રજાઓ ગાળો, કર્મચારીઓને ખુશ કરવા કંપનીએ ગજબની ઑફર આપી