તો શું ખરેખર રૂ. 2000 ની નોટ બંધ થઈ રહી છે ? સંસદમાં પ્રશ્ન ઉઠતાં સરકારે શું આપ્યો જવાબ
દેશભરમાં 2000 રુપિયાની નોટોના કાળા બજાર અને નકલી નોટોનો મુદ્દો આજે ફરીએક વાર સંસદમાં ઉઠ્યો હતો. આ મુદ્દાને કોંગ્રેસ અને ભાજપ બંનેના સાંસદો તરફથી ઉઠાવાયો હતો. સાંસદોની માંગ છે કે જ્યારે રિઝર્વ બેન્કે છેલ્લા ત્રણ વર્ષથી 2000ની નોટો છાપી જ નથી, તો તેનુ ચલણમાં રહેવાનું કોઇ કારણ જ નથી. આવા સંજોગોમાં સાંસદોએ માંગણી કરી છે કે સરકાર તરત 2000ની નોટોનું ચલણ બંધ કરી દે, જેથી કાળાબજાર રોકાઇ શકે.
સુશીલકુમાર મોદીએ ઉઠાવ્યો મુદ્દો
સંસદમાં આજે કેટલાય સાંસદોએ 2000ની નકલી નોટનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ સદમાં મુદ્દો ઉઠાવતા કહ્યુ કે 2000ની નોટોનું હોર્ડિંગ થઇ રહ્યુ છે. તેનો ઉપયોગ સાધારણ લેણદેણમાં થતો નથી. તેના દર્શન દુર્લભ થયા છે. તેનો ઉપયોગ ક્રિમિનલ એક્ટીવિટીઝમાં થાય છે. તેનો ઉપયોગ ટેરર ફંડિંગમાં. ડ્રગ્સ બિઝનેસમાં થઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે વિદેશોમાં પણ મોટા ડિનોમિનેશનની નોટ ચલણમાં નથી. સુશીલકુમારે મોદી સરકારને અપીલ કરી છે કે ધીમે ધીમે બજારમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને તેનુ ચલણ બંધ કરે.
2016માં ચલણમાં આવી હતી 2000રૂપિયાની નોટ
વર્ષ 2016માં વડાપ્રધાન મોદીએ દેશમાં રાતોરાત નોટબંધી કરીને જુની કરન્સીને બેન કરી દીધી હતી. ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે દેશની અંદર અને બહાર કાળુનાણું જમા કરનારની કમર તોડી નાંખવી. સરકારે જુની નોટોને ગેરકાયદે ગણાવીને 500 અને 2000 રૂપિયાની નવી નોટોને ચલણમાં મુકી હતી. જોકે ખુબ જ જલ્દી નિષ્ણાતો માનવા લાગ્યા કે 2000 રૂપિયાની નોટોથી કાાળાનાણાંને પ્રોત્સાહન મળશે. સરકારે ક્યારેય 2000ની નોટને લઇને કોઇ ઔપચારિક જાહેરાત તો ન કરી, પરંતુ ધીમે ધીમે આ નોટો એટીએમમાંથી ગાયબ થવા લાગી
આ પણ વાંચોઃ BCCI પસંદગી સમિતિ: વેંકટેશ પ્રસાદ બની શકે છે પસંદગી સમિતિના નવા અધ્યક્ષ