કૃષિખેતીગુજરાત

ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.04% જમીનમાં વાવેતર થયુ

Text To Speech

ગાંધીનગર, 10 જુલાઈ 2024,રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે જે સરેરાશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે.

વિવિધ પાકોના વાવેતરમાં વધારો થવાની પુરતી સંભાવના
કૃષિ પાકોની વાવેતરની સ્થિતી અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોના વાવેતરમાં વધારો થવાની પુરતી સંભાવના છે.

વાવેતર માટે બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ
બિયારણના જથ્થા વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, ખરીફ ૨૦૨૪ ઋતુમાં મુખ્ય પાકો જેવા કે ડાંગર, મકાઈ,બાજરા, મગ, અડદ, તુવેર,મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને કપાસ જેવા પાકોની કુલ ૧૩,૨૦,૨૪૦ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં ૧૫,૪૫,૦૬૫ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે. આ સીઝન માટે વાવેતર માટે બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃચોમાસામાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયુ

Back to top button