Brij Bhushan Singhના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 180 લોકોની કરાઈ પૂછપરછ, શું કહ્યું SITએ?
- બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ SITની તપાસ તેજ
- અત્યાર સુધીમાં 180 લોકોની કરાઈ પુછપરછ
- કુસ્તીબાજો રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા
- કુસ્તીબાજોને શું ખાતરી આપી અમિત શાહે?
- શું કહ્યું SITએ? & ક્યાં પહોંચી તપાસ? વાંચો આ સમાચાર
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન કેસની તપાસ પૂર્ણ થવાના આરે છે. દિલ્હી પોલીસની SIT આવતા અઠવાડિયે બ્રિજભૂષણ વિરુદ્ધ નોંધાયેલા બે કેસની તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ અંગે માહિતી આપી છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું છે કે એસઆઈટીએ તેની તપાસના ભાગરૂપે અત્યાર સુધીમાં 180 થી વધુ લોકોની પૂછપરછ કરી છે.
શું આરોપ છે બ્રિજભૂષણ સિંહ પર?
બ્રિજભૂષણ શરણ સિંહ પર સાત મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેમાંથી એક સગીર કુસ્તીબાજ પણ છે, જેની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ પોક્સો એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ મામલામાં દેશના પ્રખ્યાત કુસ્તીબાજો બ્રિજભૂષણનો વિરોધ કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.
કુસ્તીબાજો રમતમંત્રી અનુરાગ ઠાકુર અને ગૃહમંત્રી શાહને મળ્યા
આ પહેલા, વિરોધ કરી રહેલા કુસ્તીબાજો બુધવારે (7 જૂન) રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા. પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે આ સમયગાળા દરમિયાન કુસ્તીબાજો 15 જૂન સુધી તેમના આંદોલનને સ્થગિત કરવા સંમત થયા હતા. અનુરાગ ઠાકુરે ખેલાડીઓને ખાતરી આપી હતી કે બ્રિજ ભૂષણ સામે ચાલી રહેલી તપાસ ત્યાં સુધીમાં પૂરી થઈ જશે અને ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી આ મહિનાના અંત સુધીમાં યોજવામાં આવશે. કુસ્તીબાજો 3 જૂનની રાત્રે ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા અને તેમને તેમની માંગણીઓથી વાકેફ કર્યા હતા. આ મુલાકાત બાદ કેટલાક કુસ્તીબાજો પોતાની સરકારી નોકરી પર પરત પણ ફર્યા હતા.
SITએ આ મુદ્દે અત્યાર સુધીમાં 180 લોકોની પૂછપરછ કરી છે. અધિકારીએ કહ્યું કે જો જરૂર પડે તો પોલીસ વધુ પુરાવા એકત્ર કરવા બ્રિજભૂષણ સિંહના દિલ્હી અને ગોંડાના નિવાસસ્થાનોની ફરી મુલાકાત લઈ શકે છે.
શું કહ્યુ બ્રિજભૂષણ સિંહે?
દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 2 FIR નોંધી છે. જ્યાં પ્રથમ FIR સગીર કુસ્તીબાજના આરોપો સાથે સંબંધિત છે. જેમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ લગાવવામાં આવી છે. જ્યારે બીજી એફઆઈઆરમાં જાતીય સતામણી, ખરાબ રીતે સ્પર્શ અને, પીછો કરવો અને ધમકીઓ સહિતના અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ, સિંઘની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં બે વાર પૂછપરછ કરવામાં આવી છે અને બંને પ્રસંગોએ તેમણે તેમના પરના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: કુસ્તીબાજ બજરંગ અને સાક્ષીએ અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત, જાણો- તેમની 5 મુખ્ય માંગણી