ઉત્તરાખંડના જંગલોમાં આગ લગાડનારા અત્યાર સુધીમાં 10 આરોપીઓ ઝડપાયા
- પૌડી ગઢવાલમાં જંગલમાં લાગેલી ભીષણ આગથી તબાહી મચી ગઈ અને આગની જ્વાળાઓએ હજારો વૃક્ષોને ઝપેટમાં લઈ લીધા
ઉત્તરાખંડ, 4 મે: ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં જંગલમાં લાગેલી ભીષણ આગથી તબાહી મચી ગઈ છે. આગની જ્વાળાઓએ હજારો વૃક્ષોને ઝપેટમાં લીધા છે, જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થયું છે. આ ઘટનાને લઈને વન વિભાગ અને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે અને આગ લગાડવા બદલ અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Uttrakhand: Massive fire in the forests of Pauri Garhwal. Forest Department and Police Department have so far arrested ten people, including Mohammad nurul, feroz, Shalem, Mohammad Najefar, and Mosar Alam from different places on charges of setting fire to the forest. pic.twitter.com/oFxLMxJnHW
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 3, 2024
ધરપકડ કરાયેલા લોકોમાં મોહમ્મદ નૂરલ, ફિરોઝ, શાલેમ, મોહમ્મદ નઝીફર અને મોસર આલમના નામ સામેલ છે. આ લોકોને અલગ-અલગ જગ્યાએથી પકડવામાં આવ્યા છે. વન વિભાગ અને પોલીસ વિભાગની ટીમો સતત તપાસમાં લાગેલી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જંગલમાં આગ કેવી રીતે લાગી અને તેની પાછળનો સાચો હેતુ શું હતો.
સ્થાનિક લોકોએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, જંગલમાં લાગેલી આગથી માત્ર પર્યાવરણને જ નુકસાન થતું નથી પરંતુ જંગલી પ્રાણીઓના જીવને પણ ખતરો છે. લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર એન્જિન અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક લોકોને પણ આગ ઓલવવામાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ કેસમાં વધુ ધરપકડ કરવામાં આવી શકે છે.
આ પણ જુઓ: શું રોહિત વેમુલા દલિત ન હતો? તમામ આરોપીઓને મળી ક્લીન ચિટ: પોલીસનો ક્લોઝર રિપોર્ટ