ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘…તો છોકરા-છોકરીના લગ્ન ન કરો, પછી ભલે ગમે તેટલા અમીર હોય’, મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનું નિવેદન આવ્યું ચર્ચામાં

Text To Speech

મધ્યપ્રદેશ, 16 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના ખરગોનમાં સિકલ સેલ એનિમિયા ટેસ્ટ(Sickle cell anemia), ટીબી ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પનું(Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રાજ્યના રાજ્યપાલ મંગુભાઈ પટેલે(Governor Mangubhai Patel) હજારો લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, સિકલસેલ એ આનુવંશિક રોગ છે અને આદિવાસી સમાજમાં તેનું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગથી બચવા માટે તેની સમયસર ઓળખ જરૂરી છે.

તેમણે કહ્યું કે લગ્ન કરતા પહેલા યુવકોએ તેની તપાસ કરી લેવી જોઈએ કે બંને સિકલસેલથી પીડિત છે કે નહીં. જો છોકરો અને છોકરી બંનેને સિકલ સેલની બીમારી હોય તો તેમણે એકબીજા સાથે લગ્ન ન કરવા જોઈએ. આવા યુગલોમાં જન્મેલા બાળકો પણ સિકલસેલથી પીડાય છે.

સરકારે વર્ષ 2047 સુધીમાં સિકલ સેલને નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે સિકલ સેલના દર્દીઓને વધુ પડતો તૈલીયુક્ત ખોરાક ન ખાવા અને બહારનો ખોરાક ન ખાવા, પરંતુ ઘરમાં બનેલા મિલેટ(Millet) આધારિત ખોરાક ખાવાની અપીલ કરી હતી. ભારત સરકારે બાજરી (બરછટ અનાજ) માટે 15 હજાર કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે.

કાર્યક્રમમાં સાંસદ ગજેન્દ્રસિંહ પટેલે રાજ્યપાલને પરંપરાગત જેકેટ પહેરાવ્યું હતું અને સ્મૃતિચિહ્ન તરીકે બહાદુરીના પ્રતીક એવા ધનુષ અને તીર અર્પણ કર્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત અરવિંદો હોસ્પિટલ ઈન્દોરના ચેરમેન ડો.વિનોદ ભંડારીએ જણાવ્યું હતું કે કેમ્પમાં તેમની સંસ્થાના તબીબો દ્વારા સિકલ સેલ, થાઈરોઈડ, એનિમિયા તેમજ કેન્સરના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની સંસ્થાએ બાળકોમાં સિકલ સેલ એનિમિયાની ઓળખ માટે કોમલ સ્પર્શ નામનું અભિયાન પણ શરૂ કર્યું છે. તેમની સંસ્થા દ્વારા ડોર ટુ ડોર કેન્સર સ્ક્રીનીંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.

સ્પાઈસજેટે મુશ્કેલીમાં મુકાયેલી ‘Go First’ને હસ્તગત કરવા માટે સંયુક્ત બિડ કરી સબમિટ

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને રદ્દ  કર્યા, તો હવે પક્ષો હવે કેવી રીતે કરશે કમાણી?

Domino’sના કર્મચારીએ નાકમાં આંગળી નાખીને પીઝા બેઝથી લૂછી, વાયરલ વીડિયો પર કંપનીની ચોંકાવનારી પ્રતિક્રિયા

Back to top button