ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા: ગુલમર્ગમાં બરફની ચાદર પથરાઈ, જૂઓ વીડિયો

  • જમ્મુ-કાશ્મીરના કેટલાક ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ
  • ગુલમર્ગ વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ, લોકોએ બરફની મજા માણી
  • શનિવારે પણ ખીણના ઊંચા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી

બારામુલા, 17 ડિસેમ્બર: કાશ્મીરના કેટલાક ઊંચા વિસ્તારોમાં બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે, જ્યારે આજે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ વિસ્તારમાં આજે ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે રોડ-રસ્તા પર પણ બરફ છવાયો છે. ગુલમર્ગમાં વહેલી સવારે એવો નજારો જામ્યો છે કે જાણે ધરતીએ બરફની સાડી પહેરી હોય તેવુ લાગી રહ્યું છે. આ હિમવર્ષાને કારણે આગામી દિવસોમાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ઠંડી વધી શકે છે.

 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરના હવામાનમાં બદલાવ આવ્યો છે. અને શનિવારથીથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી હતી, ત્યારે આજે વહેલી સવારે ભારે હિમવર્ષા થઈ છે. શનિવારે થયેલી હિમવર્ષાને લઈને અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગુલમર્ગના સ્કી-રિસોર્ટમાં લગભગ છ ઈંચ તાજી હિમવર્ષા નોંધાઈ છે. તેમણે કહ્યું કે સોનમર્ગ ટૂરિસ્ટ સ્પોટ અને ઝોજિલા એક્સિસ પર પણ હિમવર્ષા જોવા મળી હતી.

 

નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે હવામાન આ જ પ્રકારનું જોવા મળ્યું હતું. પરંતુ આજે તેના કરતાં વધારે અસર જોવા મળી છે. અને ગુલમર્ગ વિસ્તારમાં આજે ભારે હિમવર્ષા થઈ છે. તેમણે કહ્યું કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે જમ્મુ-કાશ્મીરને અસર કરી છે. તેની અસરને કારણે કેટલાક સ્થળોએ ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે.

 

જમ્મુ-કાશ્મીરનું હવામાન કેવું છે ?

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કાઝીગુંડમાં લઘુતમ તાપમાન માઈનસ 3.8 ડિગ્રી સેલ્સિયસ, કોકરનાગ શહેરમાં માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ અને કુપવાડામાં માઈનસ 1.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પૈકીના એક પહેલગામમાં લઘુતમ તાપમાન માઈનસ 5.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના પ્રખ્યાત સ્કી રિસોર્ટમાં લઘુતમ તાપમાન માઈનસ 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: PM મોદીની જમ્મુ-કાશ્મીરને વધુ એક ભેટ, હવે વંદે ભારત ટ્રેન શ્રીનગર સુધી દોડશે

Back to top button