જળવાયુ પરિવર્તનના કારણે હિમાલયમાંથી બરફ ગાયબ
હિમાલય, 19 જાન્યુઆરી : તાજેતરના વર્ષોમાં હિમાલયના પ્રદેશમાં એક ચિંતાજનક ઘટના જોવા મળી છે હિમાલયનું આઇકોનિક સ્નો કવર ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહ્યું છે. આ ભયંકર પરિવર્તનએ ક્લાઈમેટ ચેન્જની અવિરત અસરોને આભારી છે. વધતા તાપમાનને કારણે હિમવર્ષામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સાથે જ, બરફ અને હિમનદીઓ ઝડપથી પીગળી રહ્યા છે. આ માત્ર લેન્ડસ્કેપ્સને જ અસર નથી કરતું પરંતુ લાખો લોકો જે તેમના પાણી પુરવઠા માટે હિમાલયની નદીઓ પર નિર્ભર છે, તેમને પણ આ મોટા પાયે અસર કરે છે. હિમાલયમાંથી બરફ ગાયબ થવોએ માત્ર સ્થાનિક સમસ્યા નથી.
ભારત અને નેપાળના હિમાલયના રાજ્યોમાં દર વર્ષે બરફવર્ષા ઘટતી જાય છે. નેપાળથી ભારતના હિંદુકુશ હિમાલય સુધીના ઊંચા પર્વતો પર બરફનું પ્રમાણ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે સતત ઘટી રહ્યું છે. અત્યાર સુધીમાં હિમાલયના કેટલાક રાજ્યોમાં થોડી ઘણી હિમવર્ષા થઈ છે. તો કેટલીક જગ્યાએ બિલકુલ હિમવર્ષા થઈ નથી.જ્યારે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે જાન્યુઆરીના અંતિમ દિવસો સુધીમાં હિમવર્ષા થાય તો સારું અત્યાર સુધીતો માત્ર નિરાશા જ મળી છે. વર્ષ 2024માં અત્યાર સુધીનો આખો શિયાળો સૂકો રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં પહાડી વિસ્તારોમાં 80 ટકા વરસાદની ઘટ હતી. ત્યારે, ડિસેમ્બરમાં 79 ટકાની અછત જોવા મળી હતી.
શ્રીનગર સ્થિત હવામાન વિભાગના વડાએ જણાવ્યું હતું કે, આગામી 7-8 દિવસમાં હિમવર્ષા થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શિયાળાના દિવસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબરથી માર્ચ સુધી શિયાળો રહેતો હતો. હવે તે ઘટીને માત્ર ડિસેમ્બરથી જાન્યુઆરી થઈ ગયો છે. તેનું કારણ વાતાવરણમાં ફેરફાર અને વધતું તાપમાન છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. જેના કારણે બરફની રચના થતી હતી. હવે તે ઓછી થઈ છે તેથી બરફ પણ ઓછો પડે છે.
આ સ્થિતિ માત્ર કાશ્મીરની જ નથી. પરંતુ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ છે. ઉત્તરાખંડ અને હિમાચલના સ્કી રિસોર્ટમાં બરફ ન હોવાને કારણે સ્કી સ્પર્ધાઓ થતી નથી. અન્નપૂર્ણા રેન્જના ઉપરના ભાગમાં પણ બહુ ઓછો બરફ છે. કાઠમંડુ યુનિવર્સિટીના પ્રો. રિજન ભક્તે કહ્યું કે નેપાળમાં આ વર્ષે બહુ ઓછો વરસાદ થયો છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં નેપાળના હિમાલયમાં પણ બરફવર્ષા ઘટી છે. છેલ્લા બે દિવસથી કેટલીક જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થઈ છે.
હિમાલયમાં વરસાદમાં વિલંબ અને ઓછી હિમવર્ષા આ વિસ્તારની હાઇડ્રો ઇકોલોજીને વધુ ખરાબ કરશે જેની સીધી અસર પાકને થશે. વરસાદની ગેરહાજરી અને ઓછી હિમવર્ષા સીધો સંકેત આપે છે કે હિમાલયમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે અને તાપમાન વધી રહ્યું છે.
સ્કાયમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું કે, હિમાલયનો વિસ્તાર તાપમાન અને વરસાદ માટે ખૂબ જ સંવેદનશીલ છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બહુ ઓછી હિમવર્ષા થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા પણ ઓછી છે. જેના કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વરસાદ અને હિમવર્ષા ઘટી છે. ગયા વર્ષે પણ હિમવર્ષામાં વિલંબ થયો હતો. ડિસેમ્બર 2022 ના અંતમાં અને પછી જાન્યુઆરી 2023 ના અંતમાં. ICIMODના અભ્યાસ મુજબ, છેલ્લા 100 વર્ષમાં હિમાલયના વિસ્તારોમાં તાપમાનમાં 0.74 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.
આ પણ વાંચો : ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?