શું આ સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામની મોનોપોલી તોડી નાખશે?
- Snapchat આ વર્ષના પ્રથમ ત્રિમાસિક આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે, Instagramની પ્રતિસ્પર્ધિ સોશિયલ મીડિયા એપ્સના યુઝર્સ છેલ્લા ત્રણ મહીનામાં ઝડપથી વધી રહ્યા છે અને કંપનીએ જબરજસ્ત ગ્રોથ પણ હાંસલ કર્યો છે.
HD ન્યુઝ ડેસ્ક, 26 એપ્રિલ: Instagram ના દુનિયાભરમાં કરોડો યુઝર્સ ધરાવે છે. પેરન્ટ કંપની Metaનુી આ ફોટો-વીડિયો શેરીંગ પ્લેટફોર્મ એપ યુવાઓમાં ઘણી જ લોકપ્રિય છે. Instagramના ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 500 મિલિયન એટલે કે 50 કરોડની આસપાસ છે. જેને ટક્કર આપવા માટે અન્ય એક ફોટો વીડિયો શેરીંગ પ્લેટફોર્મ Snapchatના યુઝર્સ છેલ્લા કેટલાક મહીનામાં ઝડપથી વધી રહ્યા છે. આથી હવે માર્ક ઝુકરબર્ગના આ સોશિયલ મીડિયા એપની રાજાશાહી હવે ખતરામાં છે તેમ લાગી રહ્યું છે
Snapchatના યુઝર્સમાં જોવા મળ્યો ઉછાળો
Snapchatના ડેઈલી એક્ટિવ યુઝ્સની સંખ્યા 422 મિલિયન એટલે કે 42 કરોડને પણ પાર કરી ગયા છે. જ્યારે કંપની દ્વારા શેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે,Snapchatના ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં વર્ષે વર્ષે 39 મિલિયન એટલે કે 3.9 કરોડ વધ્યા છે. Instagramની જેમ Snapchat માટે પણ યુવાઓમાં ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તેના યુઝર્સની સંખ્યામાં પણ 10 ટકાનો ઉછાળો આવ્યો છે.
પ્રથમ ત્રિમાસિકમાં ઝડપથી વધ્યા યુઝર્સ
કંપનીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે અમે હવે આગળ પોતાની રેવેન્યુ સોર્સમાં વિવિધતા લાવવા પર કામ કરી રહ્યા છે અને અમારા સબસ્ક્રાઈબર્સ પ્રથમ ત્રિમાસિકમાં જ 39 મિલિયનથી વધારે છે. આ સિવાય પ્રથમ ત્રિમાસિકમાં ઓવરઓલ એપ પર કોન્ટેટ જોવાનો વોચ ટાઈમ પણ ગ્લોબલી દર વર્ષે ઝડપથી વધી રહ્યો છે. સ્નેપચેટની સ્પોટલાઈટ અને ક્રિએટર સ્ટોરીઝમાં વોચ ટાઈમનો પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે. સ્પોટલાઈટ પર ટોટલ વોચ ટાઈમમાં પણ 125 % વર્ષે દર વર્ષે ગ્રોથ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે Snapchat એ યુઝર્સ માટે AI ઈનેબલ્ડ ઘણા ફિચર્સ ઉમેર્યા છે. કંપની એપમાં યુઝર્સને જોડવા માટે મશીન લર્નિગ મોડલ પર ભાર આપી રહી છે જેથી કોન્ટેન્ટની રેકિંગ અને પર્સનલાઈજેશનને ઈમ્પ્રુવ કરી શકે. આ સિવાય કંપની ક્રિએટર કોમ્યુનિટીને પણ વિવિધથા ભર્યા કોન્ટેન્ટના માધ્યમથી જોર કરી રહી છે અને તેમને રિવોર્ડ પણ ઓફર કરી રહી છે. એટલું જ નહીં, Snapchatના ફીચર્સને પણ ઈમ્પ્રુવ કરવામાં આવી રહ્યા છે.જેથેી યુઝર્સનો કોન્ટેન્ટ એક્સિપિરિયન્સ વધુ સારો થઈ શકે.
આ પણ વાંચો: Apple 7 મેના રોજ સ્પેશિયલ ઈવેન્ટમાં મહત્ત્વની જાહેરાત કરી શકે છે