ટોપ ન્યૂઝવિશેષ

સૂતેલી મહિલાના માથે બેસી ગયો સાપ, જુઓ વીડિયો

Text To Speech

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક ચોંકાવનારા વીડિયો સામે આવતા હોય છે. આવા જ એક વીડિયોમાં એક મહિલા ખાટલા પર સૂતી અને આરામ કરતી જોવા મળે છે. તે જ સમયે એક સાપ ત્યાં આવે છે અને મહિલાની ઉપર બેસી જાય છે. મહિલાને સાપ વિશે ખબર પડતાં જ તે ડરી જાય છે. વીડિયોમાં સંભળાય છે કે તે મદદ માટે બૂમો પાડી રહી છે. સાથે જ ડરના કારણે મહિલાની હાલત એવી થઈ જાય છે કે તે હલી પણ નથી શકતી.

વીડિયો વાયરલ થયો

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે જો તમારી સાથે આવું થાય તો તમારી પ્રતિક્રિયા શું હશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાપ મહિલાની ઉપર બેઠો છે. ગભરાયેલી મહિલા સ્થાનિક ભાષામાં મદદ માટે બૂમો પાડી રહી છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ 4,000 વ્યૂઝ અને એક હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી.

ઘણી રસપ્રદ કોમેન્ટ

ઈન્ટરનેટ યુઝર્સે વીડિયો પર ઘણી રસપ્રદ કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે કે જો હું તે મહિલાની જગ્યાએ હોત તો હું પણ આ જ રીતે આડો પડ્યો હોત અને ભગવાન શંકરના નામનો જાપ કર્યો હોત. તેણે લખ્યું છે કે જ્યારે મુસીબત આવે છે ત્યારે ભગવાન સૌથી મોટો સહારો છે. બીજી કોમેન્ટમાં લખવામાં આવ્યું છે કે આવી સ્થિતિમાં સૌથી સારી પ્રતિક્રિયા એ છે કે કોઈ પ્રતિક્રિયા ન આપવી. ત્રીજા યુઝરે લખ્યું કે જ્યાં સુધી હું જાણું છું, માણસો સાપથી ડરે છે તેના કરતાં સાપ માણસોથી વધુ ડરે છે.

Back to top button