દિવાળીના તહેવાર પર 800 કિલો ગૌમાંસની દાણચોરીનો પર્દાફાશ, આરોપી પોલીસની કસ્ટડીમાં
મહારાષ્ટ્ર, 1 નવેમ્બર: દિવાળી દરમિયાન બદલાપુરથી નવી મુંબઈ જઈ રહેલી કારમાં ગૌમાંસની દાણચોરીનો મામલો સામે આવ્યો છે. બજરંગ દળના સભ્યોને ગુપ્ત માહિતી મળી હતી કે લાલ રંગની સ્વિફ્ટ ડિઝાયર કારમાં ગોમાંસનો જંગી જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. તાત્કાલિક પગલાં લેતા, બજરંગ દળના કાર્યકરોએ કારનો પીછો કર્યો અને શંકાસ્પદ સ્થળે માનપાડા પોલીસને જાણ કરી.
કારમાંથી આશરે 800 કિલો ગૌમાંસ મળી આવ્યું
માનપાડા પોલીસ અને બજરંગ દળના કાર્યકરોની સંયુક્ત કાર્યવાહી બાદ કટાઈ નાકા પાસે કારને અટકાવવામાં આવી હતી. શોધખોળ દરમિયાન કારમાંથી આશરે 800 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે આ કેસમાં આરોપી સમીરની ધરપકડ કરી છે. પોલીસ રેકોર્ડ મુજબ, સમીર બદલાપુરથી નવી મુંબઈમાં બીફની દાણચોરી કરતો હતો. તેની સામે માનપાડા પોલીસ સ્ટેશનમાં દાણચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
કારથી સપ્લાઈ
ડોમ્બિવલી-શિલફાટા રોડ પર પકડાયો. આ લાલ રંગની કારનો નંબર MH01AE0597 છે. પોલીસનું કહેવું છે કે બજરંગ દળના કાર્યકરોની તકેદારીના કારણે બીફની દાણચોરીને સમયસર રોકી શકાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂનમાં નાશિક જિલ્લામાં ગૌ રક્ષકોના એક જૂથે ગૌમાંસની તસ્કરીની શંકામાં એક વ્યક્તિને કથિત રીતે માર માર્યો હતો. પીડિત, મુંબઈના કુર્લાનો 32 વર્ષીય અફાન અંસારી તેના સહયોગી નાસિર શેખ સાથે કારમાં માંસ લઈ જઈ રહ્યો હતો. તેને કથિત રીતે ગૌ રક્ષકોએ અટકાવ્યો હતો અને માર માર્યો હતો. પોલીસે જણાવ્યું કે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યું થયું હતું.
આ પણ વાંચો : 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, વકફ બિલ- વન નેશન વન ઇલેક્શન પર હંગામો થવાની શક્યતાઓ