બનાસકાંઠા : પાલનપુરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાંથી તસ્કરો રૂ. ૪૦ હજારના વાસણો ચોરી ગયા
બનાસકાંઠા 11 જુલાઈ 2024 : પાલનપુર ભર બજાર વિસ્તારમાં આવેલું તપોધન બ્રાહ્મણ સમાજનું જૂનું જાણીતું નીલકંઠ મહાદેવ મંદિરમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો મંદિરનું તાળુ તોડી અંદર પડેલા કેટલાક વાસણો લઈ જતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ મંદિરના ટ્રસ્ટીએ પૂર્વ પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યાં આસપાસની દુકાનોના સીસી ટીવી કેમેરાના ફૂટેજ દ્વારા તપાસ કરી ચોરને શોધવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા હતા.
પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તાર નજીક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં રૂમની અંદર વસાયેલા વાસણો તેમજ મહાદેવના મંદિરમાં પૂજાપાઠ માટે નાના મોટી વસ્તુઓ રાખવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈ અજાણા ઈસમો દરવાજાનો નકુચો તોડી મંદિરના ગર્ભમાં પડેલા કેટલાક તાબાના લોટાઓ, તેમજ નાની -મોટી વસ્તુ ચોરો ચોરી ગયા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલી નાની બે રૂમ ના પણ તાળા તોડી એકમાંથી મોઘા બે પાણીના નળ નીકાળી ચોરી ગયા હતા.
આ મંદિરના પુજારી નટુભાઈએ આ મામલે ટ્રસ્ટીઓને જાણ કરતા ટ્રસ્ટીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેમાં ટ્રસ્ટી દેવેન્દ્ર રાવલે જણાવ્યું કે, મંદિરના લગભગ ₹40,000 ની કિંમતના વાસણો ચોરી થયા હોવાનું જણાવ્યું હતું. પૂર્વ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસ ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. આસપાસના દુકાનોના તેમજ અંબાજી મંદિરમાં લાગેલા સીસી ટીવી કેમેરા ના ફૂટેજ દ્વારા પોલીસ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ આ મંદિરમાં બે મોટા સ્પીકરો પણ ચોરી થઈ હોવાનું ટ્રસ્ટીઓ જણાવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ટેકાના ભાવે બાજરી ખરીદીમાં મોટું કૌભાંડની આશંકા