ગુજરાત

તસ્કરો દાગીના-રોકડ રકમ મળી.રૂ.1.87 લાખની મતા ચોરી ગયા

Text To Speech

પાલનપુર: દાંતાના રતનપુરમાં એક વૃદ્ધ દંપતી પોતાની દીકરી સાથે મકાનને તાળું લગાવી અને સાળંગપુર હનુમાન અને મહુડી યાત્રાધામના દર્શને જવા નીકળ્યા હતા.અને દર્શન કરીને બીજા દિવસે સવારે ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતાં ઘરમાં પડેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.1.87 લાખની મતાની ચોરી થતા ફરિયાદ નોંધાઇ હતી.

દાંતાના રતનપુરમાં પરિવાર યાત્રાધામમાં દર્શને ગયો ત્યાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા
દાંતાના રતનપુરમાં રહેતા વસાજી બેચરજી રાવળ (ઉ. વ. 85) તેમના પત્ની અને દીકરી સાથે યાત્રાધામ સાળંગપુર તેમજ મહુડી દર્શને જવા માટે શનિવારે સવારે લકઝરી બસમાં નીકળ્યાં હતા. જ્યાંથી રવિવારે સવારે આશરે 5 વાગે પરત ઘરે આવ્યા ત્યારે તેમના મકાનનું તાળું તૂટેલું માલુમ પડ્યું હતું. જ્યારે ઘરમાં અંદર જઈને જોતા તિજોરીનો નકુચો પણ તૂટેલો હતો. પતરાની પેટીનું તાળું તૂટેલું હતું. પેટીમાં મુકેલા ચાંદીના સાંકળા રૂ.21 હજારના 700 ગ્રામ, ચાંદીનો દોરો 250 ગ્રામ કિમત રૂ..7 હજાર, સોનાનો દોરો દોઢ તોલા કિંમત રૂ. 40 હજાર, ચાંદીનો કંદોરો 200 ગ્રામ કિંમત રૂ. 6 હજાર ,ચાંદીનું મંગળસૂત્ર 50 ગ્રામ કિંમત રૂ. 2 હજાર, ચાંદીની જૂની તોડી 200 ગ્રામ કિંમત રૂ. 6 હજાર અને રોકડ રૂ. 50 હજાર મળી કુલ રૂ 1.32લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. જ્યારે ગોદડાના કબાટ પર મૂકેલ તેમની દીકરી જ્યોત્સનાબેનના થેલામાંથી સોનાની કડી એક તોલા કિંમત રૂ. 26 હજાર,સોનાનો ઓમ 3 આની કિંમત રૂ. 1 હજાર, સોનાનું પેન્ડલ 4 આની કિંમત રૂ.2 હજાર સોનાનો જૂનો તૂટેલો દોરો કિંમત રૂ. 26 હજાર મળી 55 હજારના મુદામાલની સહિત મકાનમાંથી કુલ રૂ 1.87 લાખના મુદામાલની ચોરી થતા દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

Back to top button