ગુજરાત
મહેસાણામાં નાગલપુરમાં આવેલા ગોડાઉનમાં તસ્કરો કોપરના કેલબ સહિત 1.50 લાખની ચોરી કરી ફરાર


મહેસાણાઃ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે ચોરીમાં કેસ સતત વધી રહ્યા છે. જેમાં વધુ એક ચોરીનો બનાવ મહેસાણા બી ડિવિજનમાં નોંધાયો છે. જેમાં નાગલપુર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી તસ્કરો શટર ઊંચું કરી કોપરના વાયર મળી કુલ 1 લાખ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થયા છે
મહેસાણામાં આવેલા નાગલપુર ગામમાં તલાટીની ઓફિસની બાજુમાં લાઈટ ડેકોરેશનનો સમાન મુકવાના ગોડાઉનના તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. જેમાં આગળનું શટર તોડી ઊંચું કરી બધો સામાન અસ્તવ્યસ્ત કરી તસ્કરોએ કોપરના ફોરફોર કેબલ થતા અન્ય લાઇટિંગને લગતા નાના મોટા વયારો મળી કુલ 1 લાખ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા.
હાલમાં આ મામલે વિશાલ પટેલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરી મામલે મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.