SMS સ્કેમ: હેકર્સ મેસેજ દ્વારા આ રીતે છેતરપિંડી કરે છે, ટાળવા માટે આટલું કરો
ઘણા યુઝર્સ અજાણ્યા નંબરો પરથી આવતા કોલ અથવા મેસેજથી પરેશાન છે. આવી સ્થિતિમાં, આ દિવસોમાં મેસેજ દ્વારા કૌભાંડના ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે. મેસેન્જર્સ કેટલીકવાર યુઝર્સને જુદી જુદી રીતે હેરાન કરે છે, મોટાભાગના મેસેજો કોઈ પોલીસી કે ઓફર વિશેના હોય છે. આવા મેસેજથી તમારી સાથે છેતરપિંડી કે કૌભાંડ પણ થઈ શકે છે. જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ માધ્યમ દ્વારા સ્કેમર્સ તમારો ખાનગી ડેટા ચોરી લે છે અને તમારા બેંક ખાતામાંથી તમામ પૈસાનો પણ સફાયો થઇ શકે છે. જો તમારી પાસે iPhone છે, તો તમે iPhone Messages એપ્લિકેશન દ્વારા ક્વિક સ્કેન વડે આમાંના ઘણા ખતરારૂપ સ્કેમ મેસેજને શોધી શકો છો.
આ પણ વાંચો : WhatApp યુઝર્સ સાવધાન, 50 રૂપિયાની લાલચમાં ખાલી થઇ જશે બેંક એકાઉન્ટ
આ મેસેજોથી સતર્ક રહો
કેટલીકવાર મેસેજ મોકલનાર ઈરાદાપૂર્વક ખોટું ટાઇપિંગ કરે છે, સ્કેમર તમારા દ્વારા રિપ્લાય મેળવવા માટે જાણી જોઈને સ્પેલિંગમાં ભૂલ કરે છે, જેથી તમે તેને સુધારવા માટે તેમના મેસેજ અથવા લિંક પર ક્લિક કરો. આ મેસેજો એવા છે કે જેમાં તમે વાતો કરવા માટે પ્રેરિત કરે છે. આવી સ્થિતિમાં, તેઓ તમને જુદી જુદી વાતો કહીને તમારી પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત યુઝર્સ આ વાતો પર વિશ્વાસ કરે છે અને પૈસા મોકલે છે. આવી સ્થિતિમાં, તમારે બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો : સિમ કાર્ડ વાપરતા ધ્યાન રાખો આ બાબતો, નહીં તો મિનિટોમાં ખાલી થઈ જશે બેન્ક એકાઉન્ટ !
સ્મિશિંગ ટાળવું
સ્મિશિંગ એ ફિશિંગ જેવું જ છે, એક સામાન્ય ઈમેલ સ્કેમ ટેકનિક કે જે તમારો ખાનગી ડેટા એકત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. સિક્યોરિટી ઇન્ટેલિજન્સ નિષ્ણાતો સ્મિશિંગને ફિશિંગનો “SMS કઝિન” કહે છે. સ્મિશ કરવાનું બંધ કરવા માટે તમે તમારા ફોન પર સ્પામ સુરક્ષા સેટઅપ કરી શકો છો. સ્મિશિંગ ટાળવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
* સ્પામ સિક્યોરીટીને ઇનેબલ કરવાની સુવિધા એન્ડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ છે.
* Appleના iPhoneમાં “ફિલ્ટર અનનોન સેંડર”નું ફીચર છે જે શંકાસ્પદ મેસેજોને ફ્લેગ કરી શકે છે
* ફિશીંગ માટે તમારે સામાન્ય ટેકનિકોને પણ ફોલો કરવી જોઈએ
* મેસેજ કોનો છે તે તપાસતી વખતે તમારે એકદમ સાવધાન રહેવું જોઈએ
* જો તમને મેસેજ ઓફિશિયલ લાગે તો પણ, તમારે ઈમેલને બે વાર તપાસવો જોઈએ અને સેંડરના ઈમેલ એડ્રેસમાં સ્પેલિંગની ભૂલો અથવા નાની ખામીઓ માટે તપાસ કરવી જોઈએ.
* અટેચમેંટ ખોલવા માટે ક્યારેય દબાણ ન અનુભવવું જોઈએ અને ઇનેબલ કન્ટેન્ટ કરો કે લીંક ઓપન કરવાથી બચો.
* જો તમને લાગે કે આ મેસેજ સ્કેમ હોઈ શકે છે, તો તેને ડિલીટ કરો.