ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ODI મહિલા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો સ્મૃતિ મંધાનાએ, આવું કરનાર પ્રથમ ભારતીય બની

Text To Speech

નવી દિલ્હી, 27 જાન્યુઆરી : ભારતની સ્મૃતિ મંધાનાને ICC મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર 2024ની વિજેતા જાહેર કરવામાં આવી છે. મંધાનાએ ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. મંધાના પોતાની કારકિર્દીમાં બીજી વખત ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતવામાં સફળ રહી છે.

આ સાથે તે આવું કરનારી દુનિયાની બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ સાથે જ સ્મૃતિ મંધાના ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. સ્મૃતિ મંધાનાએ પ્રથમ વખત વર્ષ 2018 માટે ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો હતો, હવે મંધાનાને વર્ષ 2024 માટે ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે મંધાના પહેલા સુઝી બેટ્સ એકમાત્ર મહિલા ક્રિકેટર હતી જેણે બે વખત ICC મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી હતી. ન્યૂઝીલેન્ડના બેટ્સે 2013 અને 2016માં ICC ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતીને અજાયબી કરી બતાવી હતી.

મંધાના માટે વર્ષ 2024 ખૂબ જ ખાસ રહ્યું છે. વર્ષ 2024માં મંધાના 13 ODI ઇનિંગ્સમાં કુલ 747 રન બનાવવામાં સફળ રહી હતી. જે એક કેલેન્ડર વર્ષમાં ODIમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો મંધાનાનો રેકોર્ડ છે. ભારતીય અનુભવી મહિલા ક્રિકેટર ચમરી અટાપટ્ટુ (શ્રીલંકા), લૌરા વોલ્વાર્ડ અને અન્નાબેલ સધરલેન્ડ (ઓસ્ટ્રેલિયા)ને હરાવીને આ ખિતાબ જીતવામાં સફળ રહી.

4 વખત ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની મંધાના

  • 2024 માં ICC ODI ક્રિકેટર
  • 2021 માં ICC ક્રિકેટર
  • 2018 માં ICC ODI ક્રિકેટર
  • ICC ODI ક્રિકેટર ઓફ ધ યર 2018

આ પણ વાંચો :- સાથે મળીને કામ કરીશું, પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પને ફોન કરી PM મોદીએ પાઠવી શુભેચ્છા

Back to top button