સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ મુંબઈની આ કોલેજમાંથી કર્યો છે અભ્યાસ, જાણો તેના જીવનની કેટલીક વાતો
લોકપ્રિય ટીવી સ્ટાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેેનેલ ઈરાની આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. લગ્ન સમારોહ નાગૌર જિલ્લામાં સ્થિત ઐતિહાસિક ખીંવસર કિલ્લામાં યોજાશે. આ માટે કિલ્લાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે શેનેલ ઈરાનીએ મુંબઈથી અભ્યાસ કર્યો છે. આ પછી તેણે વોશિંગ્ટનમાંથી ડિગ્રી પણ મેળવી છે.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીએ દીકરીના લગ્ન માટે બુક કરાવ્યો 500 વર્ષ જૂનો શાહી કિલ્લો, જાણો શું છે તેની ખાસિયત
દુલ્હન અને તેના પિતા ઝુબિન ઈરાની મંગળવારે જ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યારે તેની માતા સ્મૃતિ ઈરાની બુધવારે સવારે સંસદ સત્રના કારણે જોધપુર પહોંચી હતી અને ત્યાંથી બાય રોડ નાગૌર જવા રવાના થઈ હતી.
શેનેલે નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ, મુંબઈ અને સરકારી લો કોલેજ, મુંબઈમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. તે જ સમયે, તેણે જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટર, વોશિંગ્ટન, ડીસી, યુએસએમાંથી ડિગ્રી પણ મેળવી છે. શેનલ ઈરાની અને અર્જુન ભલ્લએ 2021માં સગાઈ કરી હતી. બંનેના પરિવારજનો આ સંબંધથી ખૂબ જ ખુશ છે.
આ પણ વાંચો : 70ના દાયકાના આ ઓફ સ્ક્રીન જય-વીરુ વિશે શું તમે જાણો છો ?
શેનલ સ્મૃતિ ઈરાનીની સાવકી દીકરી
જો કે તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીના ત્રણ બાળકો શેનેલ, જોહર અને જોઈશ છે. શેનેલ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીની સાવકી દીકરી છે. વાસ્તવમાં શેનેલ સ્મૃતિના પતિ ઝુબિન ઈરાની અને તેની પહેલી પત્ની મોનાની પુત્રી છે. તેમજ શેનેલ તેના NRI બોયફ્રેન્ડ અર્જુન ભલ્લા સાથે સાત ફેરા લેશે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં શેનેલે અર્જુન સાથે સગાઈ કરી હતી. સગાઈના એક વર્ષ બાદ હવે શેનેલ અને અર્જુન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
આજે શેનેલ ઈરાની તેના મંગેતર અર્જુન ભલ્લા સાથે લગ્ન કરશે. આ લગ્ન રાજસ્થાનના 500 વર્ષ જૂના કિલ્લામાં થઈ રહ્યા છે. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકોની હાજરીમાં થશે. જો લગ્નના કાર્યક્રમોની વાત કરીએ તો તે આ મુજબ છે…
- 11 વાગ્યે સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલની બંગડીની વિધિ કરવામાં આવી હતી
- 12.30 વાગ્યે લગ્નમાં આવેલા મહેમાનો માટે લંચનો સમય
- બપોરે 2.45 કલાકે વિન્ટેજ કારમાં બારાતનું સ્વાગત
- સાફા પહેરાવવાની વિધિ બપોરે 3.45 કલાકે થશે
- 4.45 વાગ્યે વરમાળાની વિધિ પૂર્ણ કરાશે
- સાંજે 6 વાગ્યે દુલ્હા-દુલ્હનની એન્ટ્રી થશે
- રાત્રે 8 કલાકે રિસેપ્શન અને પૂલ સાઇડ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.