કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ અને NRI અર્જુન ભલ્લા ગઈ કાલે રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખિંવસર કિલ્લામાં લગ્નના બંધનમાં બંધાયા હતા. શાહી અંદાજમાં લગ્ન માટે ખીવંસર કિલ્લાને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. જેમાં ખિંવસરના ટેકરા રોશનીથી ઝળહળતા જોવા મળ્યા હતા. લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓ સહિત 50 થી ઓછા મહેમાનો હાજર રહ્યા હતા. અહી આવેલ તમામ મહેમાનોનું રાજસ્થાનના પરંપરાગત રીતિ-રિવાજો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
લગ્ન માટે કિલ્લાને દુલ્હનની જેમ શણગાર્યો
કિલ્લામાં લગ્નની ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. 15મી સદીના આ ભવ્ય કિલ્લાને લગ્ન માટે હોટલમાં ફેરવવામાં આવ્યો હતો. કિલ્લાને પતંગ અને અન્ય સામાનથી સુંદર રીતે દિલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. રેતીના ટેકરાને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા.
લગ્નમાં આ ખાસ તૈયારીઓ કરાઈ હતી
લગ્નના એક દિવસ પહેલા એટલે કે બુધવારે હલ્દી અને મહેંદીની વિધિ યોજાઈ હતી. આ પછી સાંજે સંગીત સમારોહ યોજાયો હતો. આ સંગીત સમારોહમાં રાજસ્થાની લોક કલાકારોએ જોરદાર ફોર્મન્સ આપ્યું હતુ. અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, તેમના પતિ ઝુબિન ઈરાની, રાજસ્થાનના પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ અને કન્યાના પરિવારના અન્ય સભ્યોએ ગઈ કાલે સાંજે જાનનું સ્વાગત કર્યું હતું. અર્જુન ભલ્લા શેનલ સાથે લગ્ન કરવા માટે વિન્ટેજ કારમાં સવાર થઇ આવી પહોંચ્યા હતા. સાયકલ દ્વારા કુલહડમાં ચા પીરસવામાં આવી હતી. લગ્નમાં શણગારેલી સાયકલ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.સેનલ-અર્જુનના લગ્નમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો સિવાય, બહારના લોકોને કિલ્લાની મુલાકાત લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો.
લગ્નમાં માત્ર 50 મહેમાનોને આમંત્રણ
લગ્નમાં બંને પક્ષના 50 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં માત્ર ખાસ મહેમાનો જ આવ્યા હતા. અહી લગ્નમાં આવેલા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. VIP મહેમાનો વચ્ચે શેનેલે અર્જુને સાત ફેરા લીધા હતા.
સ્મૃતિ ઈરાની પુત્રી શનીલના લગ્નમાં ખાસ લુકમાં જોવા મળી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પુત્રી શનીલના લગ્નમાં લાલ ગોલ્ડન વર્ક સિલ્કની સાડી પહેરેલી જોવા મળી હતી. તેણે સોનાનો હાર અને બંગડીઓ અને લાલ કોરલ મણકાની બુટ્ટી પહેરી હતી. સ્મૃતિ ઈરાનીએ વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પણ ખુશીના અવસર પર શંખ ફૂંક્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રિસેપ્શનનો કાર્યક્રમ બાદમાં દિલ્હીમાં યોજાશે.
આ પણ વાંચો : ગુજરાત: સાઇબર ગઠિયા સક્રિય, વીજ બિલ બાકી છે કહી ગ્રાહકો સાથે ઠગાઇ કરી