સ્મૃતિ ઈરાનીએ મોડેલિંગથી કરી હતી શરૂઆત, યુવાનીના ફોટો જોઈને રહેશો દંગ
- ટીવી પર એક્ટિંગ શરૂ કરતા પહેલા સ્મૃતિ ઈરાનીએ મોડેલિંગ પણ કર્યું હતું. ટીવીની તુલસીથી દેશના એક સિદ્ધ રાજનેતા બનવા સુધીની સફરમાં તેમના લુકમાં ઘણા પરિવર્તનો પણ આવ્યા છે.
8 એપ્રિલ, નવી દિલ્હીઃ ભારતના મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની ક્યારેક ટીવીનો ખૂબ જ લોકપ્રિય ચહેરો હતા. હવે રાજકારણમાં કસાયેલા સ્મૃતિ ક્યારેક ટીવીની દુનિયામાં પણ એટલા જ પ્રખ્યાત હતા. એકતા કપૂરના શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ દ્વારા ઘર ઘરમાં તુલસી બનીને પહોંચેલા સ્મૃતિ ઈરાની એજ નામથી ઓળખાતા હતા. જોકે ટીવી પર એક્ટિંગ શરૂ કરતા પહેલા સ્મૃતિએ મોડેલિંગ પણ કર્યું હતું. ટીવીની તુલસીથી દેશના એક સિદ્ધ રાજનેતા બનવા સુધીની સફરમાં તેમના લુકમાં ઘણા પરિવર્તનો પણ આવ્યા છે. તેમની જૂની તસવીરો ઓળખવી પણ કેટલાક લોકો માટે મુશ્કેલ બની જશે.
મોડેલિંગથી કરી હતી શરૂઆત
વર્ષ 1998માં સ્મૃતિ મિસ ઈન્ડિયા પેજન્ટ ફાઈનલિસ્ટ બની હતી અને મીકા સિંહના આલબમ સાવનમેં લગ ગઈ આગમાં એક્ટિંગ કરવાનો મોકો મળ્યો હતો. વર્ષ 2000માં સ્મૃતિએ આતિશ અને હમ હૈં કલ આજ ઓર કલ શો સાથે ટીવી પર પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમને એકતા કપૂરે મોટો બ્રેક આપ્યો.
ત્યારપછી બની ટીવીની ક્વિન
એકતા કપૂરના શો ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમા લીડ રોલ ભજવીને દેશભરમાં સ્મૃતિ લોકપ્રિય થઈ ગઈ. જોકે એકતા કપૂર સાથે મતભેદો થતા સ્મૃતિએ શોને અલવિદા કર્યો, પરંતુ ફરી વાપસી પણ કરી.
નવી સફર, નવી શરૂઆત
સ્મૃતિએ વિરુદ્ધ, તીન બહુરાનિયાં અને એક થી નાયિકા જેવી અન્ય સીરિયલ્સમાં કામ પણ કર્યું. વર્ષ 2003માં ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો અને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારાપછી આજ સુધી સ્મૃતિએ પાછા વળીને જોયું નથી.
આ પણ વાંચોઃ પત્નીની “રીલ” જિંદગીથી કંટાળેલા પતિએ “રિયલ” લાઈફ ટૂંકાવી દીધી, જાણો આઘાતજનક કિસ્સો