ટ્રેન્ડિંગનેશનલ

‘સ્મૃતિ ઈરાની, સંજીવ બાલિયાન…’ મોદી 2.0ના હારેલા મંત્રીઓને બંગલો ખાલી કરવાની નોટિસ

Text To Speech
  •   ભૂતપૂર્વ પ્રધાનોને લોકસભા ચૂંટણીમાં હારવા બદલ હવે સરકારી બંગલો ખાલી કરવો પડશે

નવી દિલ્હી, 21 જૂન: લોકસભા ચૂંટણીમાં હારેલા ભૂતપૂર્વ સાંસદોએ લુટિયંસ બંગલા ઝોનમાંથી તેમનું સરકારી ઘર ખાલી કરવું પડશે. લોકસભાની ગૃહ સમિતિએ 17મી લોકસભાના પૂર્વ સાંસદોને નોટિસ પાઠવી છે જેઓ 18મી લોકસભાની ચૂંટણી જીતી શક્યા નથી. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેઓએ એક મહિનામાં સરકારી મકાન ખાલી કરવું પડશે. મળતી માહિતી મુજબ, પૂર્વ સાંસદોને 5 જુલાઈ સુધી અને પૂર્વ મંત્રીઓને 11 જુલાઈ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.

કયા-કયા ભૂતપૂર્વ મંત્રીઓને નોટિશ પાઠવવામા આવી?

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના 17 ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી હવે મંત્રીઓ પાસે રહેલો બંગલો ખાલી કરવા માટે નોટિસ આપીને 11 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં આર.કે. સિંહ, અર્જુન મુંડા, મહેન્દ્રનાથ પાંડે, સ્મૃતિ ઈરાની, સંજીવ બાલિયાન, રાજીવ ચંદ્રશેખર, કૈલાશ ચૌધરી, અજય મિશ્રા ટેની, વી મુરલીધરન, નિશિત પ્રામાણિક, સુભાષ સરકાર, સાધ્વી નિરંજન જ્યોતિ, રાવસાહેબ દાનવે, કૌશલ કિશોર, ભાનુપ્રતાપ વર્મા, કપિલ પાટીલ, ભગવંત ઢુબા, ભારતી પવારના નામ સામેલ છે.

નિયમો અનુસાર, લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર સરકારી ગૃહ ખાલી કરવાનું હોય છે. રાષ્ટ્રપતિએ 5 જૂને સત્તરમી લોકસભાનું વિસર્જન કર્યું હતું, જેથી ભૂતપૂર્વ સાંસદો પાસે તેમના સરકારી મકાન ખાલી કરવા માટે માત્ર 5 જુલાઈ સુધીનો સમય છે. જો આપણે પશુપતિ પારસની વાત કરીએ તો તેમણે અગાઉની સરકારથી નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેઓ હજુ પણ સરકારી બંગલા પર કબજો જમાવી બેઠા છે. જો કે, બાદમાં તેમની નારાજગી દૂર થઈ અને તેમણે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો.

આ પણ જુઓ: ભારતમાં 5G ડાઉનલોડ સ્પીડમાં થયો મોટો ઘટાડો, શું છે તેની પાછળનું મુખ્ય કારણ?

Back to top button