ગોપાલ ઈટાલિયાના નિવેદન પર સ્મૃતિ ઈરાની થયા આક્રમક,કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વિડીયો પર ભાજપ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હાલમાં વડાપ્રધાન મોદીના માતા વિશે આપ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા આપેલા નિવેદનને લઈને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ પર કર્યા પ્રહાર
આપ નેતા પર ટિપ્પણી કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી. અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલના આશીર્વાદથી ગુજરાતમાં AAP નેતૃત્વએ PMની 100 વર્ષના માતા પર દુર્ભાવનાપૂર્ણ હુમલો કર્યો. કેજરીવાલનું પતન નવી ઊંચાઈએ પહોંચે તેમાં નવાઈ નથી. તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેમણે નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો. તમારા નેતાઓ અને કાર્યકરો તેમને સજા અને અપશબ્દો આપવા માંગે છે.
આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ કહ્યુંકે, કેજરીવાલ પણ જાણે છે કે આ નેતાઓની વિચારધારા કેવી છે. તેમના વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થયો હોવા છતા કઈ પગલાં ભરવામાં આવતા નથી. તેવામાં વડાપ્રધાનના 100 વર્ષીય માતાનું અપમાન કરનારા નેતાઓથી ગુજરાતને આઘાત લાગ્યો છે. પ્રજા ચૂંટણીમાં પાઠ ભણાવી દેશે.
આ પણ વાંચો : ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ, ભાજપે કહ્યું, ‘નીચ માનસિક્તા AAPના લોહીમાં છે’