ટ્રેન્ડિંગનેશનલ

સ્મૃતિ ઈરાનીએ છત્તીસગઢના CM બઘેલ પર મની લોન્ડરિંગનો લગાવ્યો આક્ષેપ

Text To Speech

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘સત્તામાં રહીને સટ્ટાબાજીની રમત છત્તીસગઢ કોંગ્રેસ નેતૃત્વનો ચહેરો બની ગઈ છે. ગઈકાલે ભૂપેશ બઘેલ સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો દેશની સામે આવ્યા હતા. અસીમ દાસ નામના વ્યક્તિ પાસેથી 5.30 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘અસીમ દાસે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે તે આદેશ મુજબ દુબઈ આવ્યા હતા. તેમને કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અસીમ દાસે  સ્વીકાર્યું છે કે આ પૈસા મહાદેવ એપ હેઠળ ગેરકાયદે સટ્ટાબાજીના છે.

કેન્દ્રીય તપાસ એજન્સી ED દાવો કર્યો છે કે મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટરોએ સીએમ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. EDએ કહ્યું કે આ તપાસનો વિષય છે. તપાસ એજન્સીએ છત્તીસગઢમાં મની લોન્ડરિંગમાં સંડોવાયેલા આરોપી અસીમ દાસની રાયપુરમાંથી 5.39 કરોડ રૂપિયા વસૂલ્યા બાદ ધરપકડ કરી છે. EDએ કહ્યું કે એપના પ્રમોટરોએ કથિત રીતે દાસને UAEથી કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી ખર્ચ માટે રોકડ મોકલ્યા હતા. એવો પણ આરોપ છે કે અસીમ દાસે સ્વીકાર્યું છે કે એપથી સંબંધિત પૈસા બઘેલને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પૈસા ચૂંટણીમાં ખર્ચવાના હતા.

પણ વાંચો: લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આપ્યા સીબીઆઈ તપાસના આદેશ

Back to top button