કેનેડાના જંગલોમાં લાગેલી આગે અમેરિકનોના રૂંધ્યા શ્વાસ; 1 લાખ 20 હજાર લોકોએ છોડ્યા ઘર
- કેનેડામાં અત્યાર સુધીની સૌથી ભયંકર આગ
- આગના કારણે 10 લાખ 20 હજાર લોકોએ પોતાના ઘરબાર છોડવા માટે બન્યા મજબૂર
- 33 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તારના જંગલો બળીને ખાખ થઈ ગયા
- હાલમાં કેનેડામાં 413 જંગલોમાં આગ લાગેલી છે, જેમાંથી 249 કેસમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે
- કેનેડાની જંગલના આગે કેનેડા સહિત અમેરિકાના લોકોના શ્વાસ રૂંધિ નાંખ્યા છે
- ન્યૂયોર્ક, મિનેસોટા, ક્વીન્સ અને મેસેચ્યુસેટ્સ માટે એરએલર્ટ જારી કરવામાં આવ્યું
- અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશોના એક હજારથી વધુ અગ્નિશામકોના કેનેડામાં ધામા
Forest fire in Canada: કેનેડાનાં જંગલોમાં ખુબ જ ભીષણ આગ લાગી છે. આને અત્યાર સુધીની સૌથી ભયાનક આગ પણ કહેવામાં આવી રહી છે. આ આગ એટલી વિકરાળ છે કે તેની અસર કેનેડાના લગભગ તમામ 10 પ્રાંતો અને શહેરોમાં જોવા મળી રહી છે. કેનેડાનાં જંગલોમાં લાગેલી આગના ધુમાડાએ ઉત્તર અમેરિકાના મોટા ભાગોને ઘેરી લીધો છે. જેથી મિનેસોટાથી મેસેચ્યુસેટ્સ સુધી એરએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ઓન્ટારિયોના ઓટાવા અને ટોરોન્ટોના ધૂમાડાના કારણે ધૂમ્મસ જેવો માહોલ છવાઈ ગયા છે. કેનેડિયન અધિકારીઓએ રહેવાસીઓને ખરાબ હવાની ગુણવત્તા અંગે ચેતવણી આપી હતી. તે ઉપરાંત ધુમાડાના ગોટેગોટા ન્યૂયોર્ક સ્ટેટ અને વર્મોન્ટના ભાગો સુધી પહોંચી ગયા છે. ધુમાડાને કારણે મંગળવારે ન્યૂયોર્ક શહેરમાં હવાની ખરાબ ગુણવત્તાના કારણે ચેતવવામાં આવ્યા હતા. તે ઉપરાંત મેનહટનનું આકાશ પણ ધુમાડાથી ઘેરાઇ ગયું હતું.
ભયાનક આગના કારણે નિકળી રહેલા ધૂમાડાના કારણે ઓગસ્ટ સુધીમાં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં લગભગ 33 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તારના જંગલો બળીને ખાખ થઈ ગયા છે. આ વિસ્તાર બેલ્જિયમના કુલ ક્ષેત્રફળ કરતાં પણ મોટો છે. ભયાનક આગના કારણે અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 20 હજારથી વધુ લોકોએ પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે.
આ પણ વાંચો- ઔરંગઝેબના ફોટો સ્ટેટસને કારણે કોલ્હાપુરમાં હંગામો, પોલિસે કર્યો લાઠીચાર્જ
હાલમાં કેનેડામાં 413 જંગલોમાં આગ લાગેલી છે, જેમાંથી 249 કેસમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. આગમાંથી ઉભો થતા ધૂમાડો અમેરિકા માટે પણ પડકાર રૂપ બની રહ્યો છે. કેનેડા સિવાય અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં ધૂમાડો મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો છે. ન્યૂયોર્ક, મિનેસોટા, ક્વીન્સ અને મેસેચ્યુસેટ્સ માટે એરએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
કેનેડાની આગ પર કંટ્રોલ કરવા આગળ આવ્યા અનેક દેશ
અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશોના એક હજારથી વધુ અગ્નિશામકો આગ પર કંટ્રોલ કરવા માટે કેનેડાની મદદ માટે દોડી આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, સ્થિતિ લોકો માટે ડરામણી છે. ઘણા લોકોને તેમનાં ઘર છોડવાં પડ્યાં છે. અમે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પીએમ ટ્રુડોએ મદદ કરવા બદલ બધા દેશોનો આભાર માન્યો છે.
આ પહેલાં કેનેડાના નોવા સ્કોટિયા વિસ્તારના જંગલોમાં લાગેલી આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. અહીં જંગલમાં લાગેલી આગને કારણે 200 ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. તે ઉપરાંત લગભગ 16 હજાર લોકો પોતોના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે.ક્વિબેકમાં લગભગ 164 સક્રિય જંગલી આગ છે અને લગભગ 10,000 લોકોએ તેમનાં ઘર છોડી દીધાં છે.
આ પણ વાંચો- રાહુલ ગાંધીના નિવેદન પર ઉપરાષ્ટ્રપતિ ધનખરનો ટોણો- કહ્યું- ‘જરૂરી છે રિયર વ્યૂ મિરરમાં જોવું’