ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેરોજગારી અને મોંઘવારીના કારણે સંસદમાં સ્મોક એટેક થયો: રાહુલ ગાંધી

  • સંસદમાં થયેલા સ્મોદ એટેક પર રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓ જવાબદાર ઠેરવી
  • ગૃહમંત્રી ગૃહમાં નિવેદન આપવા માંગતા નથી: મલ્લિકાર્જુન ખડગે
  • બેરોજગારીના કારણે યુવાન સંસદના ગૃહમાં કૂદ્યો હતો: અખિલેશ યાદવ

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: સંસદની સુરક્ષામાં થયેલા ભંગને લઈને કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેન્દ્રની મોદી સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે સંસદમાં સ્મોક એટેક થયો એનું કારણ આ દેશમાં બેરોજગારી એક મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓને કારણે દેશના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. આ ઘટના પાછળનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે.

 

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગૃહમંત્રી ગૃહમાં નિવેદન આપવા માંગતા નથી. તેઓ મીડિયામાં આ મુદ્દે નિવેદનો આપી રહ્યા છે, પરંતુ ગૃહને સુચારૂ રીતે ચલાવવા માટે ગૃહમાં બોલતા નથી. સાથે જ કહ્યું કે તેઓ કોંગ્રેસના નામે વોટ માંગે છે, નહેરુજી અને ગાંધીજીને નિશાન બનાવીને વોટ માંગે છે.

તે જ સમયે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે જ્યારે મીડિયાએ યુવાનોના પરિવારો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે આ તમામ યુવાનો બેરોજગારીને કારણે નાખુશ છે. જેથી તે સંસદમાં કૂદી પડ્યો હતો. નોકરી ન મળતાં તેઓ મૂંગી બહેરી સરકારને જગાડવા માટે ગૃહમાં ઝંપલાવ્યું હતું.

અગાઉ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપ સરકાર પર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ગૃહમંત્રી ગૃહમાં નિવેદન આપવા માટે કેમ તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું કે આમાં મૈસુરના ભાજપના સાંસદની ભૂમિકા હતી, જેમણે ઘૂસણખોરોને વિઝિટર પાસ આપ્યા હતા. જયરામ રમેશે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ મામલે તેમની ભૂમિકા શું છે. એમ પણ કહ્યું કે આ સંસદની અવમાનના છે. આ સંસદીય પરંપરાઓનું અપમાન છે. જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે મંત્રીઓ ક્યારેય ગંભીર મુદ્દાઓ પર સંસદની બહાર આટલા મોટા નિવેદનો આપતા નથી. તેઓ સંસદને વિશ્વાસમાં લે છે.

આ પણ વાંચો: સંસદ સ્મોક એટેક કેસ: કોર્ટે લલિત ઝાને સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યો

Back to top button