ઉત્તર ગુજરાતગુજરાત

મહેસાણામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર SMCની રેડ, 5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

મહેસાણા, 29 જૂન 2024, શહેરમાં સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે બી ડિવિઝન હદમાં ત્રણ બુટલેગરોને ત્યાં દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. SMCની ટીમે એક જ દિવસમાં રંગોલી પાર્લર પાછળ,માલગોડાઉન વિસ્તાર અને ચંદ્રલોક બંગ્લોઝ પાસેના વાઘરી વાસ નજીક દરોડા પાડી દારૂ વેચનાર અને પીનારાને ઝડપયા હતા. જોકે મુખ્ય આરોપીઓ હાથ લાગ્યા નહોતા. SMCએ મહેસાણામાં સજન સકરાજી ઠાકોર અને જીતુ શકરાજી ઠાકોર દ્વારા ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડયા હતા. બુટલેગરોને દરોડાની જાણ થતા ઓરડીમાં રહેલા પોતાના માણસને ફોન કરી જણાવ્યું કે પોલીસની રેડ પડી છે દારૂની બોટલો ફોડી દો. જેથી ઓરડીમાં રહેલા માણસોએ દારૂની બોટલો ફોડી કાઢી હતી.

દારૂનો અડ્ડો સવારે 10 થી રાત્રે 10 સુધી ચાલુ રહે છે
દરોડા સ્થળ પર મહેસાણા બી ડિવિઝન પોલીસ આવી જતા SMCની ટીમ સાથે મળી લોખંડના સળિયા વડે દરવાજો તોડવા પ્રયાસ કર્યો હતો.ત્યાં સુધી અંદર રહેલા બે ઈસમોએ 55 બોટલ તોડી મુદ્દામાલ નાસ કરવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર દરોડા દરમિયાન ઝડપાયેલા જેકીએ પોલીસને જણાવ્યું કે અમે અહીંયા નોકરી કરીયે છીએ અને દારૂનો અડ્ડો સવારે 10 થી રાત્રે 10 સુધી ચાલુ રહે છે. જેમ દારૂ વેચાય એમ એમ આમરા શેઠ દારૂ આપી જાય અને ટીબી રોડ પર રહેતા કનુજી વિહાજી ઠાકોરના ત્યાંથી દારૂ લાવવામાં આવતો હતો.SMC એ આ અડ્ડા પરથી કૂલ 13840 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કુલ 5,49,380 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
મહેસાણાના લિસ્ટેડ બુટલેગર કનુજી વિહજી ઠાકોર તેના મળતીય માણસો દ્વારા માલ ગોડાઉન વિસ્તારમાં હુસેના બેન મલેકના મકાન આવળ સેરીમાં જાહેરમાં દારૂ વેચાણનું સ્ટેન્ડ ચલાવતા હતાં જ્યાં દરોડા પાડતા SMC એ ઉદેશી મફાજી ઠાકોર અને હુસેના મલેકને ઝડપયા હતા અને દારૂ લેવા આવેલા કૌશલ સુથાર તથા વિરમજી ઠાકોરને ઝડપી 119720નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહેસાણામાં આવેલ શિવાલા સોસાયટી,રંગોલી પાર્લર પાછળ ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પડ્યા એ દરમિયાન SMC ટીમે દારૂ વેચનાર રંગુબેન ઝાલાને નોટિસ આપી હતી તેમજ સ્ટેન્ડ બલિયો ચલાવતો હતો અને આ જગ્યા અદુભા ઝાલાએ દારૂ વેચવા ભાડે આપી હતી.દરોડા દરમિયાન પોલીસે ટુ વહીલ,રોકડા,દારૂ મળી કુલ 5,49,380 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદ: ઓઢવમાં દેશી તમંચા અને કારતુસ સાથે 1 ની તેમજ સરદારનગર માંથી સોનાની લૂંટ કરતી ગેંગના બે ઈસમોની ધરપકડ

 

Back to top button