ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતમાં SMCની મોટી કાર્યવાહી, વર્ષ 2024માં 22 કરોડનો દારૂ ઝડપ્યો

  • વડોદરા શહેરમાંથી સૌથી વધુ 1.47 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત
  • અમદાવાદ શહેરમાં 61 લાખ અને ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત
  • સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી થઇ

ગુજરાતમાં SMCની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં વર્ષ 2024માં 22 કરોડનો દારૂ ઝડપાયો છે તેમાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય રહેતા SMCએ કાર્યવાહી કરી હતી. એસએમસીના ડીઆઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પ્રોહિબીશનની કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરા શહેરમાંથી સૌથી વધુ 1.47 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેર મુદ્દે દરોડા પાડવામાં આવે છે, અને કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ 2024 દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધવામાં આવ્યા છે. ચોંકવનારી વાત તો એ છે કે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાંથી સૌથી વધુ 1.47 કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો. જેને લઈને વડોદરા પોલીસ દારૂ પકડવામાં નિષ્ક્રિય રહેતી હોય કે પછી તેની અનદેખી કરતી હોય તેવું ફલિત થાય છે.

અમદાવાદ શહેરમાં 61 લાખ અને ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત

બીજી તરફ અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. રાજ્યના વિવિધ રેંજની વાત કરીએ સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ દરમિયાન 22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી

સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે. વર્ષ 2024માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબીશનની કામગીરીના ચોંકાવનારા આકડા સામે આવ્યા છે. પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં 61 લાખ, વડોદરામાં 1.47 કરોડ, સુરતમાં 51 લાખ અને રાજકોટ શહેરમાં માત્ર 48 હજાર રૂપિયાનો જ દારૂ જપ્ત કરાયો હતો.

રાજ્યોમાંથી 16 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ 2024 દરમિયાન પ્રોહીબીશન, સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 92 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી 76 આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી 16 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: મણિનગર રેલવે સ્ટેશન રોડ 3 મહિના માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

Back to top button