ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

₹7000થી ઓછી કિંમતનો પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, ભારતમાં પહેલીવાર મળશે આ ખાસ પ્રોસેસર

HD ન્યૂઝ ડેસ્ક, 22 નવેમ્બર :  ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Tecno એ ભારતમાં બજેટ રેન્જ સ્માર્ટફોન TECNO POP 9 લોન્ચ કર્યો છે. MediaTek Helio G50 પ્રોસેસર સાથેનો આ ભારતનો પહેલો સ્માર્ટફોન છે. TECNO POP 9 ની કિંમત માત્ર 6,499 રૂપિયા હશે. તે 26 નવેમ્બરથી ઈ-કોમર્સ વેબસાઈટ Amazon India પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન ત્રણ કલર વેરિઅન્ટ ગ્લિટરી વ્હાઇટ, લાઇમ ગ્રીન અને સ્ટારટ્રેઇલ બ્લેકમાં આવશે.

Tecno POP 9 ની સૌથી ખાસ વિશેષતા તેનું MediaTek Helio G50 ચિપસેટ પ્રોસેસર છે, જેના કારણે રૂટિન વર્ક ઝડપથી કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન ત્રણ વર્ષ સુધી હેંગ કર્યા વગર કામ કરશે. ઉપરાંત, તેને 3GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 6.67-ઇંચ HD+ ડાયનેમિક પંચ-હોલ ડિસ્પ્લે છે, જે 90 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. સ્માર્ટફોનને IP54 રેટિંગ આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે તેના પર ધૂળ અને પાણીની અસર નહીં થાય.

Tecno POP 9 ના કેમેરા ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 13 MPનો રિયર કેમેરા છે. Techno Pop 9 ફોનમાં HiOSને એન્ડ્રોઇડ 14 ગો એડિશન આપવામાં આવ્યું છે. Tecno PoP 9 સ્માર્ટફોનમાં 5,000mAhની પાવરફુલ બેટરી છે. ઉપરાંત, 840 કલાકનો સ્ટેન્ડબાય સમય પણ ઉપલબ્ધ રહેશે. Techno Pop 9 માં IR રિમોટ કંટ્રોલ ફીચર છે, આની મદદથી તમે તમારા ઘરના ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ જેમ કે ટીવી અને AC ને કંટ્રોલ કરી શકો છો. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન ત્રણ વર્ષ સુધી હેંગ કર્યા વગર કામ કરશે.

Tecno POP 9 ની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને IR સેન્સર છે. આ સિવાય તેને બે વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ મળતા રહેશે. સ્માર્ટફોનમાં DTS બેક્ડ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર યુનિટ હશે. કનેક્ટિવિટી માટે, સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સ્લોટ, વાઇફાઇ, જીપીએસ, બ્લૂટૂથ, ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ હશે.

આ પણ વાંચો : ચૂંટણી પરિણામો બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે : આવા છે કારણ

ઉછીના પૈસા લઈ શેર બજારમાં કર્યું રોકાણ, આ 3 શેર ખરીદ્યા અને કિસ્મત ખુલી ગઈ…આજે છે કરોડપતિ

શું તમારી કોઈ કીમતી વસ્તુ ખોવાઈ છે? ચમત્કારી બાબા બતાવશે વસ્તુનું ઠેકાણું

EMI વધશે, SBIએ વ્યાજદરમાં કર્યો વધારો: તમામ લોનને અસર થશે

2 રૂપિયાના શેરમાં વિદેશી રોકાણકારોને પડ્યો રસ, ભાવ પહોંચ્યો આસમાને, શું છે તમારી પાસે?

લગ્નસરાની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 7 દિવસમાં કેટલો ઘટ્યો ભાવ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button