ટ્રેન્ડિંગધર્મ
નાની નાની ભુલો બની શકે છે આર્થિક તંગીનું કારણઃ તમે પણ ચેતજો
- દરેક વસ્તુથી ઘરમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉદ્ભવે છે
- વાસ્તુ દોષથી પરિવારના સ્વાસ્થ્ય પર અસર થાય છે
- વાસ્તુ દોષની અસર વૈવાહિક જીવન પર પણ થઇ શકે છે
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં રહેલી દરેક વસ્તુથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉદ્ભવે છે. જેની પરિવારના સ્વાસ્થ્ય પર અસર થાય છે. ઘણી વખત ઘરના વાસ્તુનો દોષ સીધો વ્યક્તિની પ્રગતિ પર પડે છે. ક્યારેક કોઇ ને કોઇ સભ્ય બિમાર રહે છે. વાસ્તુ દોષથી વૈવાહિક જીવન પર પણ નકારાત્મક અસર પડે છે. જાણો ઘરમાં કયા કયા બદલાવ કરીને તમે વાસ્તુ દોષ દુર કરી શકો છો.
- જો ઇશાન ખુણામાં શૌચાલય હશે તો બિઝનેસમાં નુકશાન થવાના કારણે લોન લેવી પડશે. આ ખુણામાં છત પર પાણીની ટાંકી રાખેલી હોય તો તમે કર્જદાર બની શકો છો. આ ખુણામાં રાખેલી તિજોરી પણ આર્થિક સંકટની સંભાવના વધારી દે છે.
- ઉત્તર દિશાની દિવાલ પર જો કોઇ ભારે સામાન અથવા કોઇ પહાડની તસવીર હોય તો ઘણી વખત વ્યર્થ ખર્ચ માટે લોન લેવી પડે તેવુ બને છે.
- જો અગ્નિ ખુણામાં કોઇ પાણીની ટાંકી, સ્વિમિંગ પુલ અથવા કોઇ લોખંડની સામગ્રી રાખેલી હશે તો પણ આર્થિક તંગીનો સામનો કરવો પડશે.
- અગ્નિ ખુણામાં સ્વિમિંગ પુલ કે શૌચાલય હોય તો પણ કર્જ લેવાની સ્થિતિ ઉદ્ભવી શકે છે.
આ પણ વાંચોઃ આલીયા ભટ્ટે પોતાની દીકરી માટે કહી આ ખાસ વાત, વાંચો અહેવાલ