ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાનકડી ભૂલ: ISROના રોકેટ પર ચીનના રાષ્ટ્રધ્વજને લગાવવા મુદ્દે સ્ટાલિન સરકારની સ્પષ્ટતા

  • ISROના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી જાહેરાતમાં ચીની ધ્વજને કારણે તમિલનાડુમાં વિવાદ થયો

નવી દિલ્હી, 1 માર્ચ: ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી જાહેરાતમાં ‘ચીની ધ્વજ’ના દેખાવને કારણે તમિલનાડુમાં વિવાદ ઉભો થયો છે. વિવાદના એક દિવસ પછી, પાર્ટી વતી જાહેરાત આપનાર DMKના નેતા અને મત્સ્યોદ્યોગ મંત્રી અનિતા આર રાધાકૃષ્ણને ગુરુવારે સ્પષ્ટતા આપી છે અને તેણે કહ્યું છે કે, “આ ડિઝાઇનરની ભૂલ હતી. તે માત્ર એક નાનકડી ભૂલ હતી અને તેમનો (DMK) અન્ય કોઈ ઈરાદો નહોતો. આપણા દિલમાં માત્ર ભારત માટે પ્રેમ છે. તેમના પક્ષનું સ્ટેન્ડ છે કે ભારત જાતિ કે ધર્મના આધારે સંઘર્ષને કોઈ અવકાશ આપ્યા વિના અખંડ રહે.”

 

જાહેરાત ડિઝાઇનરોએ એક ભૂલ કરી જે DMKના ધ્યાનમાં ન આવી

તમિલનાડુમાં કુલશેખરાપટ્ટિનમ ખાતે નવા ISRO પ્રક્ષેપણ સંકુલની માંગ ઉઠાવનાર DMKના દિવંગત નેતા એમ. કરુણાનિધિ સૌપ્રથમ હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન અને થૂથુકુડી લોકસભાના સભ્ય કનિમોઝીએ કેન્દ્રને રાજ્યમાં પ્રક્ષેપણ સંકુલ(લોન્ચ કોમ્પ્લેક્સ) સ્થાપવા વિનંતી કરી હતી. તેથી જ આ પ્રોજેક્ટને તમિલનાડુમાં લાવવા માટે DMKના નેતાઓના પ્રયાસોને પ્રસિદ્ધ કરવાના આશયથી એક જાહેરાત પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાહેરાત ડિઝાઇનરોએ એક ભૂલ કરી જે તેઓ(DMK)ના ધ્યાનમાં ન આવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ DMKની આકરી ટીકા કરી

જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને માંગ કરી હતી કે, DMK તે જાહેરાત પ્રકાશિત કરવા બદલ લોકોની માફી માંગે. મુરુગને કહ્યું કે, જાહેરાતમાં ભારતીય ધ્વજ લગાવવો એ અમારી ફરજ છે. DMKએ લોકોની માફી માંગવી જોઈએ. તામિલનાડુની તેમની બે દિવસીય મુલાકાતના અંતિમ દિવસે 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ અવકાશ ક્ષેત્રે દેશની સિદ્ધિઓથી “અજ્ઞાન” હોવા બદલ DMKની આકરી ટીકા કરી હતી. ભાજપની રેલીને સંબોધતા પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે, ડીએમકે સરકાર કામ કરતી નથી પરંતુ માત્ર ‘ખોટી ક્રેડિટ’ લે છે અને કેન્દ્રીય યોજનાઓ પર તેના ‘સ્ટીકરો’ ચોંટાડે છે.

આ પણ જુઓ: માર્ચની શરૂઆતમાં જ મોંઘવારીનો માર! LPG સિલિન્ડરના ભાવમાં વધારો

Back to top button