ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમ દ્વારા નાના ઉદ્યોગોને મળશે વેગ

Text To Speech

જામનગર: તાજેતરમાં “વાઇબ્રન્ટ જામનગર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા નાના મોટા ઘણા ઉદ્યોગોને ફાયદો થયો છે, તેમજ વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં જિલ્લાની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડકટનું બ્રાન્ડિંગ થાય તે મુખ્ય હેતુ છે. જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં જ જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળ્યો છે જે આપણા સૌ માટે ગર્વની વાત કહી શકાય.

જેમાં વિવિધ વિભાગના સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જામનગરની સ્ટર્લિંગ મેટલ કંપનીમાં માર્કેટિંગ રિટેલ તરીકે નોકરી કરતા રવીભાઈએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ જામનગર દ્વારા અમારા સ્ટોલની ઘણા લોકોએ મુલાકાત લીધી અને પ્રોડક્ટ વિશે માહિતી મેળવી હતી. તેમજ તેમને ઓર્ડર મળતા આર્થિક ફાયદો પણ થયો છે. સ્ટર્લિંગ મેટલ કંપની દ્વારા ઓટો એસેસરીઝ અને બ્રાસના મોટાભાગના પાર્ટસ મળી ૧૦,૦૦૦થી વધુ પ્રોડ્કટસ બનાવવામાં આવે છે. સાથે જ આ આયોજન દ્વારા નાના ઉદ્યોગો પણ આગળ વધી શકશે. આ આયોજન બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

જામનગરના બાંધણીના કારીગરોને સરકારે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું

વાઇબ્રન્ટ સમિટમાં બાંધણીના સ્ટોલનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જામનગરના બાંધણીના કારીગર અબ્દુલભાઈ અરોરાએ જણાવ્યું હતું કે, જામનગરની બાંધણી વિશ્વભરમાં પ્રખ્યાત છે. બાંધણીને વિશ્વ સ્તરે પહોંચાડવા માટે અને બાંધણીના કારીગરોને આવક પ્રાપ્ત થાય તે માટે વાઇબ્રન્ટ જામનગરમાં અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. ત્યાં ઘણા બધા હોલસેલના વેપારીઓએ મુલાકાત લીધી તેથી સારો સહકાર મળ્યો છે. જામનગર જિલ્લાના હજારો કારીગરો બાંધણીના વ્યવસાય સાથે જોડાયેલા છે. સરકારે દરેક જિલ્લાઓમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું તેથી આવકના નવા સ્ત્રોતનું સર્જન થશે તે બદલ હું સરકારનો આભારી છું.

બાંધણી-humdekhengenews

આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટ: ૨૫,૦૦૦ કરોડનાં મૂડીરોકાણના MoU થયાની મુખ્યમંત્રીની જાહેરાત

Back to top button