મંદી.. મંદી..મંદી..: માત્ર Twitter કે Amazon નહીં. BYJU’S અને Olaમાં પણ લાખોએ ગુમાવી નોકરી
દુનિયા આખી જાણે મંદીના કગારે બેઠી હોય તેવું લાગી રહ્યુ છે. ટેક કંપનીઓની હાલત જોશો તો માનવું જ પડશે. Twitter, Meta, Amazon, Salesforce, Cisco, BYJU’S, Zomato, Olaથી લઇને Meesho જેવી કેટલીયે કંપનીઓએ કર્મચારીઓને નોકરીમાંથી બરખાસ્ત કર્યા. 2022માં લગભગ 1 લાખ કરતા વધુ લોકોએ નોકરી ગુમાવી. તેમાંથી મોટાભાગની કંપનીઓએ 2021માં મોટા સ્તરે હાયરિંગ કર્યુ હતુ અને પોતાની કંપનીમાં આવનારા લોકોને મોટો પગાર પણ આપ્યો હતો. 2022 આવતા જ આ કંપનીઓએ છટણી શરૂ કરી દીધી. જો આંકડાઓ પર નજર કરીએ તો 1 જાન્યુઆરી 2022થી 2 ડિસેમ્બર 2022ની વચ્ચે આ કંપનીઓએ 1,42,942 લોકોને નોકરીમાંથી છુટા કર્યા. ટેક કંપનીઓમાં છટણી પર નજર રાખનાર પોર્ટલ Layoff.fyiએ આ ડેટા આપ્યો છે.
છટણી પણ શોકિંગ રીતે કરી
કેટલાય કર્મચારીઓનું કહેવુ છે કે આ વખતે છટણીની રીત સૌથી વધુ શોકિંગ રહી. કદાચ એટલે જ કંપનીમાંથી બહાર કરાયેલા કર્મચારીઓ સોશિયલ મીડિયામાં ખુલીને કંપની અંગે બોલી રહ્યા છે. ટ્વિટર ઇંડિયાએ તો કર્મચારીઓને નોકરીમાં ન આવવાનો મેલ કરી દીધો. એક કર્મચારીએ કહ્યુ કે આ તો ખુબ જ ખરાબ રીત હતી. મોટી અને રિસ્પેક્ટેડ કંપની સાથે રહેવાનો અમને આટલો શોકિંગ બદલો મળશે તે વિચાર્યુ ન હતુ.
આ પણ વાંચોઃ કોરોનાના ભય વચ્ચે ભાજપ સુરતમાં 30 હજાર કાર્યકરોને ભેગા કરી સન્માન સમારોહ કરશે