ગુજરાતના ફ્રૂટ માર્કેટમાં બદામ કેરીનું ધીમે પગલે આગમન થયુ છે. જેમાં મહારાષ્ટ્રના કૃષ્ણાગિરિથી મહેસાણા માર્કેટમાં બદામ કેરીની આવક શરૂ થઇ છે. સૌ પ્રથમ મહારાષ્ટ્રમાંથી સ્વાદિષ્ટ કેરીનું આગમન થયુ છે. જેમાં મહેસાણા ફ્રૂટ માર્કેટમાં ફળોના રાજા કેરીની આવક ધીમે પગલે શરૂ થઈ છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ફરી ઓવરફલો થતાં વાહનચાલકોને જીવનું જોખમ
બદામ કેરી રૂ.50થી રૂ.80ની કિલો
મહેસાણા ફ્રૂટ માર્કેટમાં ફળોના રાજા કેરીની આવક ધીમે પગલે શરૂ થઈ છે. મહારાષ્ટ્રના કૃષ્ણાગિરિથી મહેસાણા માર્કેટમાં રોજ 10 ટન બદામ કેરીની આવક થાય છે અને તેનું છુટક બજારમાં વેચાણ થાય છે. મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજારના ફ્રૂટ માર્કેટમાંથી મહેસાણા જિલ્લા ઉપરાંત પાટણ અને બનાસકાંઠાના વેપારીઓ કેરીની ખરીદી કરવા આવે છે. જો કે, હાલમાં બદામ સિવાય અન્ય કેરીની આવક શરૂ થઈ નથી. પરંતુ, મહેસાણા શાક માર્કેટમાં ચીકુ, તડબૂચ, ટેટી સહિતનાં ફળોની આવક ધૂમ પ્રમાણમાં થઈ રહી છે અને મહેસાણામાં ફળ માર્કેટમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. બદામ કેરી રૂ.50થી રૂ.80ના ભાવથી કિલો વેચાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી કોરોના સંક્રમણ વધ્યું, જાણો કયા શહેરમાં આવ્યા સૌથી વધુ કેસ
કેસર કેરી માટે એક પખવાડિયાની રાહ જોવી પડશે
મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફળોનો હોલસેલ વેપાર કરનાર ઘનશ્યામદાસ પમનદાસ એન્ડ કંપનીનાં સૂત્રો દ્વાર જણાવ્યા અનુસાર ગીરની કેરી, વલસાડી હાફૂસ તેમજ અન્ય પ્રકારની કેરીનું આગમન હજુ બે સપ્તાહ બાદ જ શરૂ થશે. ત્યાં સુધી રહીશોએ બદામ કેરીનો સ્વાદ જ માણવો પડશે. જો કે, હમણાં કાળઝાળ ગરમીના કારણે કેરી કરતાં તડબૂચ, ટેટી અને ચીકુના જ્યુસનું સેવન મોટાપાયે થાય છે. મોસંબી, સંતરાં અને શેરડીનો પણ મોટા પાયે ઉપાડ થઈ રહ્યો છે. પરંતુ, આમ્રફળના રસીયા નાગરિકોને હાફૂસ, કેસર, લંગડો સહિતની કેરીઓનો સ્વાદ માણવા માટે એક પખવાડિયાની રાહ જોવી પડશે.