ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

થોડી રાહત : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો

Text To Speech

રાજ્યમાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે. જ્યારે વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે 22 તારીખથી ફરી વરસાદનું જોર વધશે. આ તરફ નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ઉપરવાસના ડેમ તથા કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદથી ડેમમાં નવા પાણીની આવક થઇ રહી છે. 7.75 લાખ ક્યુસેકની આવક સામે નદીમાં પાણીની જાવક 5,44,391 ક્યુસેક છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું લેવલ 26.50 ફૂટે પહોંચ્યું છે.

narmada dam 010

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, જેના પગલે નર્મદા ડેમ હાઇએલર્ટ પર મૂકાયો છે. હાલ ડેમની સપાટી 135.66 મીટર છે, ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમની સપાટી 135.66 મીટર પહોંચી છે. પાણીની આવક – 2,58,671 ક્યુસેક અને જાવક 5,62,481 ક્યુસેક. હાલ 23 દરવાજા 3.25 મીટર ખુલ્લા છે અને 4900.3 MCM લાઈવ સ્ટોરેજ છે. હાલ કુલ ગ્રોસ સ્ટોરેજના 91% પાણીથી નર્મદા ડેમ ભરાયો છે.

નર્મદા નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગરુડેશ્વર વિયર કમ કોઝવે ઓવર ફ્લો થઈ રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટીનું લેવલ ઊંચું આવતાં 12 કિલોમીટર દૂર ગરૂડેશ્વર ખાતે આવેલ વિયર કમ કોઝવે ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં વીઆર ડેમ 6 મીટરથી ઓવરફ્લો થતાં તેનો રમણીય કુદરતી નજારો જોવા ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

નર્મદામાં વધેલા જળ સ્તરના કારણે આસપાસના વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. જળ મગ્ન બનેલા ખેતરોમાં મોટા પ્રમાણમાં નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે. ઉભા પાક પર પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની સંભાવના છે. મકાઇ, શાકભાજીના પાકને મોટુ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના લીધે ગામડાઓના સંપર્ક કરતાં રસ્તાઓ પર પાણા ફરી વળ્યું છે.

Back to top button