થપ્પડ, મારપીટ… ઉત્તર પ્રદેશમાં રોડ વચ્ચે મહિલા કોન્સ્ટેબલ પર હુમલો, જૂઓ વાયરલ વીડિયો
- પીડિત મહિલા કોન્સ્ટેબલે મુરાદાબાદના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી
મુરાદાબાદ, 02 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મહિલા કોન્સ્ટેબલ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક મહિલા કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં રોડ પર જઈ રહ્યા છે, ત્યારે બાઇક પર સવાર વ્યક્તિ તેમને કંઈક કહે છે. દલીલબાજી પછી, લડાઈ શરૂ થાય છે. આ દરમિયાન, વ્યક્તિ મહિલા પર હુમલો કરે છે અને તેને જમીન પર પછાડી દે છે. લડાઈ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ જાય છે. જ્યારે તેઓ દરમિયાનગીરી કરે છે, ત્યારે હુમલાખોર બાઇક છોડીને સ્થળ પરથી ભાગી જાય છે.
હાલમાં પીડિત મહિલા કોન્સ્ટેબલે મુરાદાબાદના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં 4 નામના અને 6 અજાણ્યા લોકોનો સમાવેશ થાય છે. આ અંગે સિટી SPએ જણાવ્યું કે, આરોપીઓને શોધવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેઓની ધરપકડ કરવામાં આવશે અને બધાની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટના 30 નવેમ્બરની છે.
જૂઓ વીડિયો
यूपी में महिलाएं कितनी सुरक्षित हैं,सबूत देख लीजिए।
तस्वीर मुरादाबाद की है, जहां सरेआम महिला कांस्टेबल के साथ युवक छेड़छाड़ करता हैं और विरोध करने पर मारपीट भी।
आरोपियों पर सख्त से सख्त कार्रवाई हो। pic.twitter.com/H7tbK76n3y— Akhilesh Yadav (Son Of PDA) (@SocialistLeadr) December 1, 2024
રસ્તા વચ્ચે મહિલા કોન્સ્ટેબલ પર હુમલો!
મળતી માહિતી મુજબ, મહિલા કોન્સ્ટેબલનું નામ અમરીન છે. છેલ્લા દિવસોમાં તેઓ સિવિલ લાઇન વિસ્તારના એક મહોલ્લામાં રોડ પર ચાલી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી એક બાઇક સવાર આવે છે અને અમરીનને કંઈક કહે છે. જ્યારે અમરીન જવાબ આપે છે, ત્યારે તે બાઇક પરથી નીચે ઉતરી જાય છે અને તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે.
વ્યક્તિ અમરીનને ઢસડીને રસ્તાની એક બાજુથી બીજી તરફ ખેંચી જાય છે. આ દરમિયાન બંને જમીન પર પડી જાય છે પરંતુ તે વ્યક્તિ અમરીનને મારતો રહે છે. કેટલાક લોકો દરમિયાનગીરી પણ કરે છે પરંતુ વ્યક્તિનો હાથ અટકતો નથી. એટલામાં વધુ બે લોકો આવે છે. તેમાંથી એક અમરીન સાથે વાતચીત કરે છે અને બીજો વ્યક્તિની બાઇક છીનવી લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાઇક સ્ટાર્ટ થતી નથી. ધીમે ધીમે ભીડ એકઠી થતી જોઈને બધા પગપાળા ભાગી જાય છે.
કોન્સ્ટેબલ અમરીને પોલીસ સ્ટેશન સિવિલ લાઇનમાં આપેલી ફરિયાદ મુજબ, તેણી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના સર્કલમાં રહે છે. 30મીએ સાંજના ત્રણ વાગ્યાની આસપાસ તેણી તેના મકાન માલિકના ઘરે જઈ રહી હતી ત્યારે પાંચ-છ અજાણ્યા લોકો સાથે ઉભેલા ઈરફાન અને સલીમે તેણીને અવાજ કર્યો. પછી તેઓ તેણીની પાછળ આવે છે અને તેને બાઇક ચાલુ કરવાનું કહે છે. ના પાડતાં તેમાંથી એક વ્યક્તિએ અમરીનને થપ્પડ મારી દીધી. પછી તેણી માર મારતાં અને ઢસડીને રસ્તાની બીજી બાજુએ ખેંચી ગયા. આ દરમિયાન તેના અન્ય મિત્રો પણ આવીને અભદ્ર શબ્દો બોલવા લાગ્યા હતા.
અમરીનના કહેવા પ્રમાણે, જે લોકોએ દરમિયાનગીરી કરી તેઓ નઈમ-નઈમ નામ લઈ રહ્યા હતા. તેઓ ખોટા ઈરાદે શરીર પર હાથ નાખીને ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ મને પેટમાં લાત મારી, જેના કારણે મને લોહી નીકળવા લાગ્યું. નઇમની બહેને પણ ત્યાં આવીને અભદ્ર શબ્દો કહ્યા અને ફરીથી મને માર મારવાનો પ્રયાસ કર્યો. જ્યારે ત્યાં હાજર લોકોએ મને કહ્યું કે, હું પોલીસ કોન્સ્ટેબલ છું તો બધા ત્યાંથી ભાગી ગયા. હાલ મારા માથા અને ઘૂંટણમાં ગંભીર ઈજાઓ છે.
સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અમરીન દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે, ઈરફાન, સલીમ, નઈમ અને નઈમની બહેન નામના છ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 191(2), 315(2), 352 અને કલમ 76 હેઠળ કેસ નોંધ્યો છે. તે જ સમયે, સિટી SPએ કહ્યું કે, એક મહિલા કોન્સ્ટેબલે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે અને કેસ દાખલ કર્યો છે. આ માટે એક ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ પણ કરવામાં આવશે.
અખિલેશ યાદવે પ્રશ્નો ઉઠાવ્યા
આ મામલે સપા પ્રમુખ અખિલેશ યાદવે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, યુપીમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે, પુરાવા જુઓ. આ તસવીર મુરાદાબાદની છે, જ્યાં યુવકો મહિલા કોન્સ્ટેબલની જાહેરમાં છેડતી કરે છે અને જ્યારે તેણી વિરોધ કરે છે ત્યારે તેમને માર પણ મારવામાં આવે છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ જૂઓ: Video : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને મંદિર જતો રોકી ઉઠક બેઠક કરાવવામાં આવી