વડાપ્રધાન વિરૂદ્ધ અપશબ્દ બોલવા અપમાનજનક છે પરંતુ રાજદ્રોહ નથી: કર્ણાટક હાઇકોર્ટ
નવી દિલ્હી: એક સ્કૂલ મેનેજમેન્ટ સામેના રાજદ્રોહના કેસને રદ કરતા કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે વડાપ્રધાન વિરુદ્ધ બોલવામાં આવેલા અપશબ્દ અપમાનજનક અને બેજવાબદારીભર્યા હતા, પરંતુ તે રાજદ્રોહ નથી.
હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, હાઇકોર્ટની કલબુર્ગી બેન્ચના જસ્ટિસ હેમંત ચંદનગૌદરે બીદરના શાહીન શાળાના મેનેજમેન્ટના બધા વ્યક્તિઓ અલાઉદ્દીન, અબ્દુલ ખાલિક, મોહમ્મદ બિલાલ ઈમાનદાર અને મોહમ્મદ મહતાબ વિરૂદ્ધ બીદરના ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી એફઆઈઆરને રદ્દ કરી દીધી છે.
કોર્ટે કહ્યું કે આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153A (ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટનું કારણ બને છે)ના તત્વો મળ્યા નથી.
જસ્ટિસ ચંદનગૌદારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ‘વડાપ્રધાનને જૂતા મારવા જોઈએ તેવા અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ માત્ર અપમાનજનક જ નથી પણ બેજવાબદાર પણ છે. સરકારી નીતિની રચનાત્મક ટીકા કરવાની છૂટ છે, પરંતુ નીતિવિષયક નિર્ણયો લેવા બદલ બંધારણીય કાર્યકર્તાઓનું અપમાન કરી શકાય નહીં. આનાથી લોકોના અમુક વર્ગને વાંધો પડી શકે છે.
જોકે, તે આરોપ લગાવવામાં આવ્યો હતો કે બાળકો દ્વારા પ્રસ્તુત નાટકમાં સરકારના વિભિન્ન કાયદાઓની ટીકા કરવામાં આવી હતી અને દર્શાવવામાં આવ્યું હતુ કે આવા કાયદાઓ લાગું કરવામાં આવે છે તો મુસલમાનોને દેશ છોડવો પડી શકે છે, હાઇકોર્ટે કહ્યું કે નાટક શાળા પરિસરની અંદર થયું હતું. બાળકો દ્વારા લોકોને હિંસા માટે ઉશ્કેરવા અથવા સાર્વજનિક અવ્યવસ્થા ઉભી કરવા માટે કોઈ શબ્દ બોલવામાં આવ્યા નથી.
હાઇકોર્ટે કહ્યું કે, આ નાટક ત્યારે સાર્વજનિક થયું જ્યારે એક આરોપીએ આને પોતાના સોશિલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યું. અદાલતે કહ્યું, તેથી, કલ્પનાના કોઈપણ સ્તર પર તેવું કહી શકાય નહીં કે અરજીકર્તાઓએ લોકોને સરકાર વિરૂદ્ધ હિંસા માટે ઉશ્કેરવા અથવા સાર્વજનિક અવ્યવસ્થા પેદા કરવાના ઈરાદાથી નાટક ભજવ્યું હતું.
અદાલતે કહ્યું, તેથી આવશ્યક તત્વોના અભાવમાં કલમ 124A (રાજદ્રોહ) અને કલમ 505(2) હેઠળ અપરાધ માટે એફઆઈઆર નોંધવી અસ્વીકાર્ય છે.
રિપોર્ટ અનુસાર, 21 જાન્યુઆરી 2020માં ધોરણ 4, 5 અને 6ના વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)ના વિરૂદ્ધ એક નાટકના પ્રદર્શન પછી બિદર સ્થિત શાહીન શાળાના અધિકારીઓ વિરૂદ્ધ રાજદ્રોહની એફઆઈઆર નોંધવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકર્તા નીલેશ રક્ષયાલની ફરિયાદના આધારે ચાર લોકો પર આઈપીસીની ધારા 504 (જાણી જોઇને કોઈ અપમાન કરવું) 505 (2), 124A (રાજદ્રોહ), 153A સાથે આઈપીસીની કલમ 34 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા.
હાઇકોર્ટનો આખો નિર્ણય હાલમાં જ અપલોડ કરવામાં આવ્યું છે, જ્યારે લાઇવ લો અનુસાર નિર્ણય પાછલા 14 જૂને સંભળાવ્યો હતો. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં શાળાને તે પણ સૂચવ્યું હતુ કે બાળકોને સરકારી ટીકાઓથી દૂર રાખવામાં આવે.
આ પણ વાંચો-મધ્યપ્રદેશમાંથી ફરી એક વિવાદાસ્પદ વીડિયો આવ્યો, કારમાં યુવકને માર માર્યો, પગના તળિયા ચટાવ્યા