ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ થયો ધરાશાયી, 2 શ્રમિકોના મોત, 1 સારવાર હેઠળ

Text To Speech

સુરતની ધારુકા કોલેજમાં દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા તેના નીચે ત્રણ લોકો દટાઇ ગયા હતા.જેમાંથી બે લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

સુરતમાં સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા, 2 શ્રમિકોના મોત

પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી ડાયમન્ડ સ્કૂલનો ગેટ બનાવતી વખતે છતનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં ત્રણ શ્રમિકો દબાયા હતા, ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ફાયર વિભાગની ટીમે ત્રણેય લોકોનું રેસ્ક્યું કરીને તેમને સારવાર અર્થે સ્મીમેર ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી બે લોકોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ગેટની કામગીરી સ્લેબ ધરાશાયી થતા શ્રમિકો દટાયા

કાપોદ્રાની ડાયમંડ સ્કૂલમાં ગેટનું કામ ચાલી રહ્યું હતું.આ દરમિયાન એકાએક છત તૂટવાની ઘટના બની હતી.ગેટની કામગીરી દરમ્યાન છતનો ભાગ એકાએક ધરાશાયી થઈ તૂટી પડતા કામ કરી રહેલા શ્રમિકો દટાયા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

ઘટનામાં મૃત્યુ થયેલ શ્રમિકોના નામ

જાણકારી મુજબ મૃત્યુ થયેલ શ્રમિકોના નામ મૃતક ના નામ છોટુભાઈ કટારીયા અને સુરેશભાઈ સોલંકી છે. જ્યારે ઈજાગ્રસ્ત શ્રમિકનું નામ રોહિતભાઈ છે.

આ પણ વાંચો : શું ફોન કવર પર ત્રિરંગો છાપવો ગેરકાનૂની છે? જાણો શું છે નિયમો

Back to top button