કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટ્યો, 4 શ્રમિકો દટાયા

Text To Speech

મોરબી, 9 માર્ચ 2024, ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વધુ એક દુર્ઘટના સર્જાઈ છે. મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટી પડતાં ચાર મજૂરો દટાયા હોવાની ઘટના બની છે. ચારેય મજૂરોના રેસ્ક્યૂ માટે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ ચાર પૈકી ત્રણ મજૂરોને ભારે જહેમત બહાર કાઢવામાં આવ્યા હતાં. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીના શનાળા ગામ નજીક નવી મેડિકલ કોલેજ નિર્માણ પામી રહી હોવાથી આજે સ્લેબ ભરતી વેળાએ સ્લેબ તૂટી પડતા કામ કરી રહેલા ચારેક જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી હતી અને તુરંત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દટાઈ ગયેલા 4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. જેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે તો હજુ એક શ્રમિક દટાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં ટંકારાના ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે,કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે. જોકે પૂરતા સાધનો કેમ ના હતા તેવો પ્રશ્ન પૂછતાં કોન્ટ્રાક્ટરને બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃસોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, આઠ લોકો ઈજાગ્રસ્ત, એકનું મૃત્યુ

Back to top button