ગુજરાતટોપ ન્યૂઝનેશનલબિઝનેસવર્લ્ડ

નવુ નજરાનુઃ ન્યૂયોર્ક, દુબઇ અને સિંગાપોર જેવી ગગનને આંબતી ઉંચી ઇમારતો બનશે અમદાવાદમાં

Text To Speech

અમદાવાદઃ ગુજરાતના મહાનગરોમાં પણ હવે ન્યૂયોર્ક, દુબઇ અને સિંગાપોરની જેમ ગગનને આંબતી ઉંચી ઇમારતો જોવા મળશે.રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં વર્લ્ડ ક્લાસ શહેરોની માફક હાઇરાઇઝ બિલ્ડીંગ બનશે. રાજ્યમાં મુંબઇ અને દુબઇ જેવી ઈમારત બાંધવાનો કન્સેપ્ટ બિલ્ડરો હવે આવકારવા જઈ રહ્યા છે. અમદાવાદ જેવા શહેરોમાં 100 મીટરથી 150 મીટર સુધીની ઇમારતો તમને જોવા મળે તો નવાઈ ન પામતા. કારણ કે અમદાવાદના એસજી હાઈવે પર બનવા જઈ રહી છે દુબઇ જેવી હાઇરાઇઝ બિલ્ડીંગ. ગુજરાતી પ્રજા વેપારની સાથે- સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ સમયાંતરે અવનવા સાહસો ખેડે છે. અને આવુ જ એક હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાનું સાહસ અમદાવાદના જાણીતા બિલ્ડર ખેડવા જઈ રહ્યા છે.

Skyscrapers like New York, Dubai and Singapore to be built in Ahmedabad
અમદાવાદમાં પણ હવે જોવા મળશે હાઇરાઇઝ બિલ્ડીંગ

તત્કાલિન સરકારે શું જાહેરાત કરેલી જાણો
રાજ્યના અમદાવાદ, વડોદરા,સુરત,રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરોમાં વર્લ્ડ ક્લાસ શહેરોની માફક હાઇરાઇઝ બિલ્ડીંગ બનશે. તેવી જાહેરાત તત્કાલિન સરકારે કરી હતી. રાજ્યમાં વધુમાં વધુ 22-23 માળની ઉંચી ઇમારતો બની શકે છે તેવું પહેલા હતુ પરંતુ તત્કાલિન સરકારે 70 માળથી વધુની ઇમારતો તેમજ આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની મંજુરી આપી હતી.

બાંધકામ માટે અમલી નીતિમાં ધરખમ ફેરફારો અંગે જાણો
તત્કાલીન સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ શહેરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે અમલી સીજીડીસીઆર-2017માં ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં ઊંચી ઇમારતો માટેના જે નિયમો મંજૂર કરાયા તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ કરાઈ હતી તેના વિશે પણ જાણો

નવી જોગવાઇ 100 મીટરથી વધુ ઉંચાઇની ઇમારતોને લાગુ પડશે
બિલ્ડીંગનો આસ્પેટ રેશિયો 1:9 કે વધુ હોય તેને લાગુ પડશે જોગવાઇ
બિલ્ડીંગની ચકાસણી માટે વિશેષ ટેકનિકલ સમિતિની રચના થશે
100થી150 મીટરની ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2,500 ચો.મીટર મળવા પાત્ર
150 મીટરથી વધુ ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 3,500 ચો.મીટર મળવા પાત્ર

એસજી હાઈવે પર બનશે દુબઈ જેવી ઈમારત
રાજ્યમાં મુંબઇ અને દુબઇ જેવી ઈમારત બાંધવાનો કન્સેપ્ટ બિલ્ડરો હવે આવકારવા જઈ રહ્યા છે.અમદાવાદ જેવા શહેરોમાં 100 મીટરથી 150 મીટર સુધીની ઇમારતો બાંધવા માટે સરકારે એફએસઆઇ વધારી આપી છે. અત્યાર સુધીમાં બિલ્ડરો 25 માળથી વધુની ઉંચાઇની ઇમારતો બાંધવા તૈયાર ન હતા કારણ કે વધુ ઉંચાઇએ રહેવા જવા માટે ગ્રાહકો ઓછા તૈયાર થતા હતા પરંતુ આ વિચારધારામાં બદલાવ જોવા મળી રહ્યો છે અને એટલે જ તમને જાણીને આનંદ થશે કે હવે અમદાવાદમાં એસજી હાઈવે પર પણ બનવા જઈ રહી છે દુબઈ જેવી જ ઈમારત.

અમદાવાદમાં બનનારી ઈમારતની ખાસિયત વિશે જાણો
અમદાવાદના એસજી હાઈવે પર બનનારી ઈમારતમાં 41 માળ, 4 બેસમેન્ટ, 10 એલિવેટર તેમજ વર્લ્ડ ક્લાસ લેવલની સુવિધાઓથી સજ્જ હશે આ બિલ્ડિંગ. ગુજરાતના જાણીતા બિલ્ડર આ હાઇરાઇઝ બિલ્ડીંગને આકાર આપવા જઈ રહ્યા છે.

શહેરોમાં 70 મીટરની હાઇટની ઇમારતો બાંધવાની કોસ્ટ ઘણી ઉંચી આવે છે અને રેસિડેન્શિયલ કે કોમર્શિયલ બિલ્ડિગના ખરીદાર મળતા નથી તેથી બિલ્ડરોને આ સ્કીમ માફક આવતી નથી. ગુજરાતમાં એકમાત્ર ગિફ્ટ સિટીમાં ઉંચી ઇમારતો બનાવવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં પણ બહુમાળી ઇમારતો માટે બિલ્ડરો આગળ આવ્યા ન હતા. રાજ્યમાં મેટ્રોરેલ અને બીઆરટીએસ છે તેની બન્ને તરફ ટ્રાન્ઝિસ્ટ ઓરિયેન્ટેડ ઝોન જાહેર કરવામાં આવ્યો રહ્યો છે અને ત્યાં ચારની એફએસઆઇ આપવામાં આવી છે. તેમ છતાં 45થી70 માળની ઇમારતો માટે દરખાસ્તો આવી છે. ઉંચી ઇમારતો બનાવવા માટે મંજૂરી આપ્યાના લાંબા સમય બાદ પણ રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડીંગનું બાંધકામ થયું ન હતુ પરંતુ હવે અમદાવાદમાં પણ બનવા જઈ રહી છે દુબઈ જેવી જ ઈમારત.

Back to top button