- 7 લોકો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં દાખલ
- સૌથી વધુ ભાગલપુરમાં ચાર લોકોએ જયારે જહાનાબાદ અને બેગુસરાઈમાં 3-3 લોકોએ જીવ ગુમાવ્યા
પટના, 06 જુલાઈ : બિહારમાં ચોમાસાના આગમનની સાથે જ લોકોના જીવ પણ જોખમમાં આવી ગયા છે. રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. જેમાં દરરોજ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ગઈકાલ શુક્રવાર પણ રાજ્ય માટે આ સિઝનનો સૌથી ખરાબ દિવસ રહ્યો હતો. અહીં ખરાબ હવામાને તબાહી મચાવી હતી. ગઈકાલે શુક્રવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 18 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૌથી વધુ ભાગલપુરમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
ગઈકાલે શુક્રવારે ભાગલપુરમાં વીજળી પડવાથી સૌથી વધુ મૃત્યુ થયા હતા. જિલ્લામાં એક જ દિવસમાં વીજળી પડવાની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પછી જહાનાબાદ અને બેગુસરાઈમાં વીજળી પડવાથી ત્રણ-ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે વીજળી પડવાથી મધેપુરા અને સહરસામાં બે-બે લોકો, કરકટ, વૈશાલી, મોતિહારી અને છપરામાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો : રાહુલ ગાંધી દુર્ઘટનાના પીડિત પરિવારોને મળશે, કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ માટે પડાપડી
ઝાડ નીચે ઉભેલા પાંચ લોકો પર વીજળી પડી
ગયાના બેલાગંજ પોલીસ સ્ટેશનના સલેમપુર ગામમાં વીજળી પડવાથી બલમ યાદવ (40) નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બીજી તરફ રોહતાસ જિલ્લાના કરાકટ બ્લોકના હાથિયન ગામમાં, ભારે વરસાદને પગલે ઝાડ નીચે ઉભેલા પાંચ લોકો પર વીજળી પડી. તેમાંથી એકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ચાર અન્ય લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. બીજી તરફ વૈશાલી જિલ્લાના પાતેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નીરપુર પંચાયતના કુસાહી ગામમાં વીજળી પડવાથી રીટા દેવી નામની મહિલાનું મૃત્યુ થયું હતું.
બેગુસરાયમાં ત્રણ જગ્યાએ વીજળી પડી, એક સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
જ્યારે બેગુસરાયમાં ગઈકાલે શુક્રવારે ત્રણ જગ્યાએ વીજળી પડી હતી. જ્યાં એક વિદ્યાર્થી અને બે મહિલા સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ઉજક મોતિહારીના પતાહી પોલીસ સ્ટેશન વિસ્તારના બોકાને કલા પંચાયતના ચમુટોલામાં એક આધેડ વ્યક્તિ પર વીજળી ત્રાટકી હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ સિવાય છપરા જિલ્લાના બનિયાપુર વિસ્તારમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે બે યુવકો આંશિક રીતે દાઝી ગયા હતા.
આ પણ વાંચો : ત્રિપુરામાં 828 વિદ્યાર્થીઓ એચઆઇવી પોઝીટીવ મળ્યા, 47ના મૃત્યુ