T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

ભારત-પાક મેચના પાર્કિંગ ચાર્જીસ અને ટીકીટના ભાવ જાણીને તમારી આંખો પહોળી થઇ જશે!

Text To Speech

6 જૂન, ન્યૂયોર્ક: આવનારા રવિવારે ICC T20 World Cup 2024માં ભારત અને પાકિસ્તાન ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. આ સ્ટેડિયમ અત્યારથી જ ચર્ચામાં આવી ગયું છે આ  મેચને લીધે નહીં પરંતુ અહીંની વિવાદાસ્પદ પીચને કારણે. પરંતુ એક નવો વિવાદ પણ અત્યારે જન્મ લઇ ચૂક્યો છે અને તે છે આ મેચ માટેના પાર્કિંગ ચાર્જીસ અને મેચની ટીકીટના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેને કારણે.

આ મેચ જોવા માટે પ્રવાસી ભારતીયો તેમજ અમેરિકામાં રહીને તેનું નાગરિકત્વ મેળવનાર ભારતીયો તેમજ એ જ રીતે રહેતા પાકિસ્તાનીઓ લગભગ 30,000 દર્શકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમને છલકાવી દેશે તેમાં કોઈને શંકા નથી. પરંતુ ICC દ્વારા ટીકીટના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ કોઈની પણ આંખો પહોળી કરવા માટે પૂરતા છે.

ગઈકાલે આ જ મેદાનમાં ભારત અને આયરલેન્ડની મેચ રમાઈ હતી. આ મેચ દરમ્યાન કોમેન્ટ્રી કરતા ભારતના પૂર્વ ઓપનીંગ બેટ્સમેન નવજોત સિંઘ સિદ્ધુ એ આ મેચના પાર્કિંગ ચાર્જીસ અને ટીકીટના ભાવ અંગે ખુલાસો કર્યો હતો.

નવજોત સિંઘ સિદ્ધુના કહેવા અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ મહામુકાબલાને જોવા માટે દરેક દર્શકે ખાસ્સી એવી રકમ ખર્ચ કરવી પડશે. જો કોઈને ICC દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા પેવેલીયન કે તેની આસપાસની ટીકીટ જોઈતી હશે તો તો તેનું ખિસ્સું લગભગ ખાલી જ થઇ જશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ જોવા માટે ઓછામાં ઓછી ટીકીટ 300 અમેરિકન ડોલર્સની છે જે ભારતીય રૂપિયામાં લગભગ 2500 જેટલી થવા જાય છે. ઉપર જે પેવેલીયનની વાત કરવામાં આવી તેની ટીકીટ લગભગ 10,000 અમેરિકન ડોલર્સની રાખવામાં આવી છે જે ભારતીય રૂપિયા પ્રમાણે 8 લાખ કરતાં પણ વધુ છે. જો કે આ બંને ભાવ વચ્ચેની પણ ટીકીટો રાખવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું છે.

અમેરિકામાં દરેક પાસે કાર હોય જ છે આથી મેચ જોવા જનાર દરેક દર્શકને સ્ટેડિયમની બહાર કે નજીક પાર્કિંગ તો કરવું જ પડશે. તો આ માટેના ચાર્જીસ 1200 ડોલર્સ રાખવામાં આવી છે જે ભારતીય રૂપિયામાં લગભગ 1 લાખ જેટલી થાય છે.

સિદ્ધુના કહેવા અનુસાર એક ભારતીય ફેને તેને કહ્યું હતું કે ટીકીટના ભાવ આપવામાં તેને કોઈજ વાંધો નથી પરંતુ પાર્કિંગ ચાર્જ જરા વધુ પડતો લાગી રહ્યો છે.

Back to top button