સવારનો નાસ્તો ન કરવો હેલ્થ માટે ખતરનાક, જાણો નુકસાન


- સવારનો નાસ્તો એ દિવસનો સૌથી મહત્ત્વનો ખોરાક છે, જે છોડવાથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ ઘણીવાર લોકો સમયના અભાવે અથવા વજન ઘટાડવા માટે નાસ્તો છોડી દે છે, પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે? નાસ્તો એ દિવસનો સૌથી મહત્ત્વનો ખોરાક છે, જે છોડવાથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ સવારે નાસ્તો ન કરવાના ગેરફાયદા વિશે
પાચનતંત્ર પર નકારાત્મક અસર
સવારે નાસ્તો ન કરવાથી પેટ ખાલી રહે છે, જેના કારણે ગેસ, એસિડિટી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. જો આ આદત લાંબા સમય સુધી ચાલુ રહે તો પાચનતંત્ર નબળું પડી શકે છે અને અલ્સર જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.
ખરાબ મૂડ અને ચીડિયાપણું
નાસ્તો ન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી, જેના કારણે મૂડ સ્વાભાવિક રીતે જ ખરાબ થઈ શકે છે. આનાથી ચીડિયાપણું, તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઉર્જાનો અભાવ અને થાક લાગવો
નાસ્તો આખા દિવસ માટે ઉર્જાનો સ્ત્રોત છે. રાતના ઉપવાસ પછી, શરીરને પોષણની જરૂર હોય છે. જો તમે નાસ્તો ન કરો તો શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી, જેના કારણે નબળાઈ અને થાક લાગે છે.
આ પણ વાંચોઃ કોકોનટ વોટર ક્યારે પીશો? સવારે, બપોરે કે સાંજે?