- ગત રાત્રે રાતે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો
- મામલતદાર, GPCB, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
- 7 કામદારોના હાડપિંજર પોસ્ટમોર્ટમ માટે સિવિલ લવાયા
સુરતમાં એથેર કંપનીમાં આગ લાગતા લાપતા 7 કામદારોના હાડપિંજર મળ્યાં છે. જેમાં એથેર કંપનીમાં આગ લાગતા 7નાં મોત થયા છે. તેમજ 7 કામદારોના હાડપિંજર પોસ્ટમોર્ટમ માટે સિવિલ લવાયા છે. સચિન GIDCની એથેર કંપનીમાં બે પ્રચંડ વિસ્ફોટ થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર
ગત રાત્રે રાતે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો
ગત રાત્રે રાતે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો. તથા ગત રાત્રે 3 વાગ્યે બીજો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 27 દાઝ્યા છે. તેમજ 3ની હાલત અત્યંત ગંભીર છે. બ્લાસ્ટ મુદ્દે GPCBના અધિકારીનું નિવેદન છે કે સોલવન્ટ કેમિકલની ટેન્કમાં સ્પાર્ક થતા બ્લાસ્ટ થયો હતો. મામલતદાર, GPCB, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
આ પણ વાંચો: ચીનમાં વાઇરસના પ્રકોપે અમદાવાદની હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા
જાણો સમગ્ર ઘટના બાબતે
મંગળવારે મોડીરાતે દોઢેક વાગ્યાના અરસામાં સચિન જીઆઈડીસી સ્થિત રોડ નં. 8 પર આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. નામની રસાયણ કંપનીમાં રો-મટિરિયલ્સના વેરહાઉસની સામે ટ્રેક્ટા ડાયડ્રો ફર્ન (ટીએચએફ) ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી હતી. એથર ઇન્ડસ્ટ્રીઝની સામેની બાજુ આવેલી ઓફિસ બિલ્ડિંગના બારીના કાચ તૂટી ગયા હતા. ફાયર ફાઈટિંગ દરમિયાન મધરાતે ત્રણ વાગે વધુ એક બ્લાસ્ટ થતા લાશ્કરોને જીવ બચાવી ભાગવું પડયું હતું.
આ પણ વાંચો: ગુજરાતની નગરપાલિકામાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તન થયાનો પહેલો કિસ્સો સામે આવ્યો
બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ બાદ તપાસ થશે
એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. રસાયણ કંપનીમાં ત્રણ શિફ્ટ અને એક જનરલ શિફ્ટમાં કર્મચારી કામ કરે છે. મંગળવારે મોડીરાતે આ દુર્ઘટના ઘટી તે સમયે કાયમી અને કોન્ટ્રાક્ટના મળી 150 જેટલા કર્મચારી કામ કરી રહ્યા હતા. જે પૈકી 27 કર્મચારી દાઝી ગયા હતા. દુર્ઘટના બાદ કંપનીમાં અવરજવર બંધ કરવામાં આવી છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવ્યા બાદ કંપનીમાં જઈને તપાસ કરવામાં આવશે.