ટ્રાવેલનેશનલ

આજથી શરૂ થશે દેશમાં છઠ્ઠી ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, PM મોદીએ નાગપુરથી કરાવ્યું પ્રસ્થાન

Text To Speech

PM મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે નાગપુરમાં વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં રૂ.75,000 કરોડના વિકાસ કામોનો શિલાન્યાસ કરશે. જે અંતર્ગત આજે સવારે PM મોદીએ નાગપુર મેટ્રો ફેઝ-I દેશને સમર્પિત કરી હતી. અને નાગપુર મેટ્રો ફેઝ-IIનો શિલાન્યાસ કર્યો હતો.

આજથી શરૂ થશે દેશમાં છઠ્ઠી ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

દેશની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસનું આજથી સત્તાવાર રીતે સંચાલન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને નાગપુરમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. અને આ ટ્રેન અહીંથી રવાના થઈ બિલાસપુર પહોંચશે. આ ટ્રેનને નાગપુરથી બિલાસપુર અને બિલાસપુરથી નાગપુર વચ્ચે લગભગ 412 કિલોમીટરની સફરમાં 5 કલાકનો સમય લાગે છે.

વંદે ભારત ટ્રેન-HUMDEKHENGENEWS

બિલાસપુરથી નાગપુર માટે દોડાવાશે વંદે ભારત

દેશની સૌથી મહત્વકાંક્ષી યોજના હેઠળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન રેલવે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેન બિલાસપુરથી નાગપુર અને નાગપુરથી બિલાસપુર વચ્ચે દોડાવાશે. આ ટ્રેનનો વિધિવત શુભારંભ આજે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો છે.

વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે

GSM અથવા GPRS
ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર
સીસીટીવી કેમેરા
પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર
વેક્યૂમ બાયોટોયલેટ્સ
સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
વાઈફાઈની સુવિધા
દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ

 આ પણ વાંચો :રેલમંત્રીની મોટી જાહેરાત: સિનિયર સિટીઝનને ફરી મળશે છૂટ, પરંતુ બદલાશે આ નિયમ

Back to top button